પ્રણવ મુખર્જીને કોંગ્રેસની ઇફતાર પાર્ટીમાં આમંત્રણ અપાયું નહીં

નવીદિલ્હી,તા.૧૧
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આ અઠવાડીયે આયોજિત થનારી કોંગ્રેસની ઇફતાર પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી.કોંગ્રેસના આ કાર્યક્રમમાં બોલાવવામાં આવેલા લોકોની યાદીથી પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીનું નામ પણ ગુમ છે. આમંત્રિત લોકોમાં તે તમામ લોકોના નામ સામેલ છે જેમણે આ વર્ષની શરૂઆતમાં સોનિયા ગાંધીના ભવ્ય રાત્રિ ભોજન માટે બોલાવવામાં આવ્યા હતાં. તે રાત્રિ ભોજનને નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વવાળી ભાજપથી લડવા માટે એક મહાગઠબંધન બનાવવાના પ્રયાસના રૂપમાં જોવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ અથવા તેમની આમ આદમી પાર્ટીનું નામ પણ આ ઇફતાર પાર્ટીના આમંત્રિત લોકોની યાદીમાં સામેલ થશે નહીં. કોંગ્રેસના લધુમતિ મોરચા દ્વારા આયોજીત કરવામા ંઆવનાર આ ઇફતાર પાર્ટી ૧૩ જુનના રોજ નવીદિલ્હીના તાજ પેલેસ હોટલમાં થશે.આમંત્રણ આપવામાં આવેલ તમામ રાજનીતિક પક્ષોને કહેવામાં આવ્યું છે કે જો તે પોતાના મોટા નેતાઓને મોકલી શકે નહીં તો પોતાના પ્રતિનિધિઓને મોકલી દે કારણ કે આ નિમંત્રણ આખરી સમય પર મોકલવામાં આવ્યા છે. જો કે મુખર્જી અને અંસારી બંન્નેને કોંગ્રેસને આ કાર્યક્રમ આમંત્રિત કરવામાં આવ્યા નથી પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિને આમંત્રિત કરવામાં નહીં આવવા પર નિશ્ચિત રીતે આશ્ચર્ય થશે કારણ કે આ સંઘના મુખ્ય કાર્યાલય નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ(આરએસએસ)ના કાર્યક્રમમાં મુખર્જીના સામેલ થયા બાદ આયોજિત થઇ રહ્યું છે. કોંગ્રેસે આરએસએસના આયોજનમાં પૂર્વ રાષ્ટ્રપતિના ભાષણ પહેલા પ્રતિક્રિયા વ્યકત કરતા ચિંતા વ્યકત કરી હતી પરંતુ બાદમાં રાહતનો દમ લીધો અને કહ્યું કે મુખર્જીએ દક્ષિણપંથી સમૂહને હકીકતનો આઇનો બતાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે આ પહેલા પણ પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ નાયબ રાષ્ટ્રપતિને ઇફતાર પાર્ટીમાં કયારેય આમંત્રિત કરવામાં આવ્યા નથી જો કે આ હજુ સ્પષ્ટ નથી કે ૧૩ જુને કોંગ્રેસની ઇફતાર પાર્ટીમાં કોણ કોણ ભાગ લેશે જયારે કેટલાકનું કહેવુું છે કે આ પાર્ટી દ્વારા વિરોધ પક્ષોને એક કરવાની કવાયત છે.જેમાં વિરોધ પક્ષના નેતાઓ સામેલ થાય તેવી સંભાવના વ્યકત કરાઇ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks