ઈજાગ્રસ્ત બાળક ઉસામા ઝિદાત હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે

(એજન્સી) તા.૧૭
કેદમાંથી આઝાદ થયેલા ૧પ વર્ષીય ઉસામા મુરાદ ઝિદાતે પીઆઈસી રિપોર્ટરને આપેલા તેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેં મારી સારવાર પૂર્ણ કરાવવા માટે તમામ લોકોના દ્વારે જઈને વિનંતી કરી હતી અને મદદ માંગી હતી. જેથી મારું જીવન ફરી પાટા પર ચઢી જાય. ઝિદાત પૂર્વ હેબ્રોનના બાની નઈમ શહેરનો વતની છે અને તેના પ્રયાસો અને ઈમાનદારીને જોતાં તેનું દુઃખ અને પીડા તેના ચહેરા પર છલકાઈ આવે છે. કેમ કે તેણે પોતાની સારવાર માટે તમામ પ્રકારની મદદ મેળવવા તમામ પ્રકારના પ્રયાસો પણ કર્યા હતા. જો કે તેણે પેલેસ્ટીનથી બહાર જઈને સારવાર કરાવવા વાયદો પણ કર્યો હતો. તે કહે છે કે હું ૧૪ વર્ષનો હતો ત્યારે પૂર્વ હેબ્રોનના પાડોશી અલ-બાકામાં હું ઈઝરાયેલી આર્મીના હાથે ઝડપાઈ ગયો. હું ચાર કિ.મી. દૂર બાની નઈમ શહેરથી આવી રહ્યો હતો. તેણે કહ્યું કે, ઈઝરાયેલી આર્મીના સૈનિકોએ મને ચારેકોરથી આવીને ઘેરી લીધો અને ગોળીબાર કર્યો જેના કારણે મને પગમાં ત્રણ ગોળી વાગી ગઈ. મારી જમણી થાઈ પર બે ગોળી વાગી ગઈ જ્યારે અન્ય એક ગોળી મારી છાતીમાં વાગી હતી. તેણે પીઆઈસી રિપોર્ટરને જણાવ્યું કે, ર૩ સપ્ટેમ્બર ર૦૧પનો દિવસ મારા માટે ખૂબ જ મુશ્કેલ દિવસ હતો. સૈનિકો મને ઈઝરાયેલી એમ્બ્યુલન્સમાં નાખીને લઈ ગયા. ત્યારે હું ઘાયલ અવસ્થામાં હતો. ઘણું લોહી વહી જવાને કારણે હું બેભાન થઈ ગયો હતો. મને આઈસીયુમાં લગભગ ૧૮ દિવસ સુધી રાખવામાં આવ્યો. અને જ્યારે હું આઈસીયુમાંથી બહાર આવ્યો તો ત્યારે મને તેઓ રામલે કેદી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં મને મુક્ત કરવામાં તે પહેલા ચાર મહિના સુધી કેદમાં રાખવામાં આવ્યો. જો કે આ દરમિયાન મેં નોંધ લીધી કે મને ભાન થયો કે મારું ઘૂંટણ અને છાતી ડેમેજ થઈ ગઈ હતી. તેને ફરી સાજા કરાવવા માટે મારે ઘણી બધી સર્જરી કરાવવાની જરૂર પડી. મારા થાઈના ઓપરેશન બાદ મેં નોંધ્યંુ કે, ડોક્ટરોએ ખોટી રીતે મારા પગમાં એલ્યુમિનિયમ ઠોકી બેસાડેલું. આ કારણે મને ઘણી તકલીફ પડી રહી હતી. જેના કારણે મારે ત્રિકોણને બદલે ગોળી મેટલ ડિવાઈસ લગાવવા અન્ય સર્જરી કરાવવાની હતી. ઈઝરાયેલી કોર્ટે મને રપ,૦૦૦ ઈઝરાયેલી શેકેલ્સના આધારે જામીન આપ્યા. આ દરમિયાન મેં ૧ર જેટલા કોર્ટના સેશન અટેન્ડ કર્યા હતા. ઝિદાતે આ દરમિયાન તમામ સંગઠનોને અપીલ કરી છે કે, તેની મદદ કરે અને સારવાર કરાવે. જેથી તે ફરી તેના પગ પર ચાલી શકે. તેણે આ વાત પ્રેસિડેન્ટ મહેમૂદ અબ્બાસને ટાંકીને પણ કશી છે. જેમણે તેને તુર્કી જવા વાયદો કર્યો છે જો કે તુર્કીના રેડ ક્રેસન્ટે પણ તેને વાયદો કર્યો છે કે, તેની સારવાર કરાવશે જો કે હજુ સુધી આ વાયદા જ રહી ગયા છે તેને કોઈ પૂરું કરતું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks