ઈજિપ્શ્યન કોર્ટે કૈરો હુમલાના ૮ દોષીઓને ફાંસીની સજા ફટકારી

(એજન્સી) કૈરો, તા.૧૪
ર૦૧૩માં કૈરો પોલીસ સ્ટેશન પર કથિતરૂપે કરેલા હુમલામાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. તે માટે ઈજિપ્તિયન કોર્ટે ૮ લોકોને ફાંસીની સજા આપી છે. તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, અન્ય પ૦ આરોપીઓને કોર્ટે પાંચથી ૧૦ વર્ષ અને ૧૦ વર્ષથી વધુના સમયગાળા માટે કારાવાસની સજા ફટકારી છે.
આ ઘટના ૧૪ ઓગસ્ટ ર૦૧૩ના રોજ ઘટી હતી. જેમાં સુરક્ષા દળોએ કૈરો ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા બે સમૂહોને હિંસાત્મક રીતે વિખેર્યા હતા. આ અભિયાન સૈન્યએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુરસીની બરતરફી બાદ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૦૦થી પણ વધુ લોકોનાં મોત નિપજ્યા હતા. ફરિયાદી એ જણાવ્યું કે, આરોપીઓએ કૈરોના દક્ષિણી સબઅર્બ ખાતે આવેલા હેલવાત પોલીસ સ્ટેશન ખાતે કૂચ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં પાછળના ભાગેથી ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
ત્યારબાદ તેમણે કથિતરૂપે ઈમારતને આગ ચાંપી હતી અને નજીકમાં પાર્ક કરેલા ર૦ જેટલા પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
ચુકાદામાં કોર્ટે ગૃહ મંત્રાલય અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના વળતર બદલ દોષીઓને ર.૮ મિલિયન પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. મુરસીને હાંકી કઢાયા બાદ તેમના સેંકડો સમર્થકોને ઈજિપ્તિયન કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પરંતુ ઘણાએ અરજી કરી હતી અને નવી ટ્રાયલ માટે તારીખ મેળવી હતી. મુરસી અને અન્ય મુસ્લિમ અગ્રણીઓ પણ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks