(એજન્સી) તા.૧
ભારતીય પાઈલટ અભિનંદન વર્તમાનને મુક્ત કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પહેલને જોતાં તેમને શાંતિનો નોબેલ પારિતોષિક આપવા માટેની માગણી વધી છે. પાકિસ્તાની સોશિયલ મીડિયામાં હેશટેગ નોબેલપીસપ્રાઈઝફોરઈમરાનખાન ટોપ ટ્રેન્ડમાં રહ્યું હતું. પાકિસ્તાની મીડિયામાં ઈમરાન ખાનની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. પાક. મીડિયાએ કહ્યું કે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં વડાપ્રધાન ઈમરાન ખાને ભારત પ્રત્યે શાંતિ અને સદભાવનાના સંકેત તરીકે વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી જેની દરેક તરફથી પ્રશંસા કરવામાં આવી રહી છે. મોટી હસ્તીઓથી લઈને પત્રકારો, રાજદ્વારીઓ અને સામાન્ય લોકોએ પણ ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા અને સંભવતઃ ભારત સાથે યુદ્ધ ટાળવાના ઈમરાન ખાનના સાહસિક પગલાની પ્રશંસા કરી હતી. પાક.મીડિયાએ કહ્યું કે વડાપ્રધાનની ઉલ્લેખનીય ઉદારતાએ તેમને હેશટેગનોબેલપ્રાઈઝફોરઈમરાનખાન સાથે સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ કર્યા હતા. જે રીતે સરહદે બંને તરફથી લોકોએ કહ્યું કે તે ઈચ્છે છે કે ઈમરાન તેમના અનુકરણીય શાસન કૌશલ્ય માટે શાંતિ પુરસ્કાર જીતે. એટલે તેઓ ટિ્વટરના ટોપ ટ્રેન્ડમાં પહોંચી ગયા. ઈમરાન ખાનની પ્રશંસા કરતા એક યૂઝરે એક પ્રસિદ્ધ વાક્ય લખ્યું હતું કે એક રાજનેતા આગામી ચૂંટણી વિશે વિચારે છે, એક રાજનેતા આગામી પેઢી વિશે વિચારે છે. એક યૂઝરે લખ્યું કે જો માનવતાનો કોઈ ચહેરો છે તો તે ઈમરાન ખાનને શાંતિનો નોબેલ પારિતોષિક મળવો જ જોઈએ. જેરેમી મેકલેલ્લન નામના એક યૂઝરે લખ્યું કે શું આપણે ઓબામાના નોબેલ પારિતોષિકને લઈને તે ઈમરાન ખાનને આપી શકીએ? અરસલાન સિદ્દીકી નામના એક યૂઝરે લખ્યું કે આજે મોદી આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં સંપૂર્ણપણે પરાજિત થઈ ગયા કેમ કે ભારતને ઈમરાન સાથે પ્રેમ થઈ ગયો.