પાક. ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી ૧૦૦થી વધુ બેઠકો પર આગળ

(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૪
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાનખાનની પાર્ટી તેહરીકે ઇન્સાફ પાર્ટી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં સૌથી આગળ છે. ઇમરાનની પાર્ટીએ મતગણતરી દરમિયાન ૧૦૦થી વધુ બેઠકો પર સરસાઇ જાળવી રાખી હતી જ્યારે તેમની કટ્ટર વિરોધી પાર્ટી પીએમએલ-એને ૭૦ બેઠકો પર સરસાઇ મેળવી હતી. જ્યારે પીપીપીએ ૩૯ બેઠકો મેળવી હતી. દિવસ દરમિયાન ચૂંટણી પ્રક્રીયામાં આત્મઘાતી હુમલા અને સેના દ્વારા ધાંધલીના આરોપો વચ્ચે ઇમરાનની પાર્ટી બાજી મારતી દેખાઇ રહી છે. બીજી તરફ જેલની સજા કાપી રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી નબળી પડતી દેખાઇ રહી છે. પીએમએલ-એનના ગઢ મનાતા પંજાબ પ્રાંતમાં પણ ઇમરાખાનની પાર્ટીએ જોરદાર સરસાઇ મેળવી છે.
પાકિસ્તાનની ૧૦ કરોડથી વધુ જનતા દેશના નવા વડાપ્રધાન ચૂંટવા માટે મતદાન કરી રહી હતી તે જ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વ્યાપક હિંસા પ્રસરી હતી. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ૨૭૨ બેઠકો માટે ચૂંટણીઓ યોજાઇ હતી એટલે કે, પાકિસ્તાન ચૂંટણીની કુલ ૩૪૨ બેઠકો માટે મતદાન થયું હતું. આમાંથી ૨૭૨ બેઠકો પર સીધી ચૂંટણી થઇ હતી જ્યારે ૭૦ બેઠક અનામત છે. ચૂંટણી દરમિયાન દેશના વિવિધ ભાગોમાં હિંસા સહિત મતદાનમાં ભારે ધાંધલીના અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા. મતદાનના ૨૪ કલાકમાં જ પાકિસ્તાનમાં આગામી વડાપ્રધાન કોણ બનશે તેનું પરિણામ આવી જશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ૧૯૭૦ બાદ ૧૧મી વખત દેશની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. ચૂંટણીમાં ઇમરાખાનની તેહરીકે ઇન્સાફ પાર્ટી(પીટીઆઇ), નવાઝના શરીફના ભાઇ શાહબાઝ શરીફની આગેવાનીવાળી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ(પીએમએલ-એન), તથા બેનઝીર ભૂટ્ટોના પુત્ર બિલાવલ ભૂટ્ટોની આગેવાનીવાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી) વચ્ચે સીધી ટક્કર છે. ઇમરાનખાને મીડિયા સામે મતદાન કરતા તેમને ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી. મીડિયા સામે મતદાન કરવું પાકિસ્તાનમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. દરમિયાન પાકિસ્તાનના ક્વેટામાં મતદાન મથખ નજીક થયેલા આત્મઘાતી હુમલામાં ૩૫ લોકોના મોત થયા હતા જ્યારે ૬૭ જેટલા લોકો ઘવાયા હતા. બીજી તરફ ખૈબર પખ્તૂનખ્વામાં બે પાર્ટીના કાર્યકરો વચ્ચે સામ-સામે ગોળીબાર થયોહતો જેમાં ઇમરાનખાનની પાર્ટીના બે કાર્યકરોના મોત થયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. આ દરમિયાન ઇમરાનખાન, આસિફઅલી ઝરદારી સહિત તેમની બે પુત્રીઓ અને બિલાવલ ભૂટ્ટો ઉપરાંત શાહબાઝ શરીફ, મુંબઇ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ સહિત ઘણા રાજકીય દિગ્ગજોએ મતદાન કર્યું હતું. પાકિસ્તાનમાં ચૂંંટણી દરમિયાન ધાંધલીના ઘણા અહેવાલો સામે આવ્યા હતા જેમાં કરાચીમાંથી ચૂંટણીમાં ગેરરીતિ કરવા બદલ સાત પોલિંગ એજન્ટની ધકપકડ કરવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં બુરખા પહેરીને પુરૂષો મતદાન કરવા આવતા પકડાઇ ગયા હતા. ચૂંટણીમાં ધાંધલીને પગલે સમય વેડફાયો હોવાથી રાજકીય પાર્ટીઓએ મતદાનનો સમય વધારવા માગણી કરી હતીજોકે, ચૂંટણી પંચે માગને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે અને આ સમયે જે લોકો બૂથની અંદર હશે.

પાક.ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે ઇમરાનખાનને નોટિસ

પાકિસ્તાનમાં બુધવારે ભારે રસાકસી વચ્ચે થયેલી સામાન્ય ચૂંટણી માટેના મતદાનમાં ભારે ધાંધલી જોવા મળી હતી સાથે જ સૌથી પ્રબળ દાવેદાર પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાનખાન ત્યારે વિવાદોમાં આવ્યા જ્યારે તેઓ પર એનએ-૫૩ મતવિસ્તારમાં મીડિયા સામે મતદાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. જોકે, તેમની પાર્ટીએ આ આરોપોને ફગાવ્યા હતા તો બીજી તરફ ચૂંટણી પંચને કરાયેલી ફરિયાદ બાદ પંચે ઇમરાનખાનને નોટિસ મોકલી હતી. વીડિયો ફૂટેજમાં જોવા મળી રહ્યું હતું કે, ઇમરાનખાને મીડિયા સામે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં મીડિયા સામે મતદાન કરવું એ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks