લોકોને વધુમાં વધુ ન્યાય મળે અને વધુ કેસોનો નિકાલ થાય તેવી આશા વ્યક્ત કરતા સુભાષ રેડ્ડી

મોરબીમાં જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટનો પ્રારંભ

સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સારો સમન્વય છે : જજ ઉપાધ્યાય

 

મોરબી,તા.૨

નવરચિત મોરબી જિલ્લો થયા બાદ જિલ્લાની વહીવટી પ્રક્રિયા મુક્ત અને સરળ બની છે. સાથે કાનૂની પ્રક્રિયા લોકોને ઘર આંગણે સરળને ઝડપી બને અને ઝડપી ન્યાય મળે તેવા સરકારના હેતુસર મોરબી જિલ્લામાં આજે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુભાષ રેડ્ડીને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર.સુભાષ રેડ્ડી, જ્યુડીશ્યલ હાઈકોર્ટના જજ પરેશ ઉપાધ્યાય, જ્યુડીશ્યલ હાઈકોર્ટના જજ બી.એન.કારીયા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત મોરબી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુનીલ કુમાર સહિત મોરબી જિલ્લાના તમામ કોર્ટના જજ તથા વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડીએ મોરબી જિલ્લા ડિસ્ટ્રીક કોર્ટમાં વધુને વધુ કેસનો નિકાલ થાય, લોકોને ન્યાય મળે એવી આશા વ્યક્ત સહિત આગામી માસમાં અહીં લોક અદાલત યોજવાની જાહેરાત કરી હતી. જેમાં મોરબી બાર એસો.મહત્વના કેસોનો સમાવેશ કરે તેવો અનુરોધ કર્યો હતો. હાઈકોર્ટ જજ પરેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું, સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સમન્વય સારૂં છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, દરેક જિલ્લા અલગ થવાથી લોકોને ઘર આંગણે સસ્તો અને સરળ ન્યાય મળે તેવા સરકારના પ્રયાસ છે. સરકારને ચલાવવા જ્યુડીશ્યલ મહત્ત્વનું છે. ગુજરાતમાં શાંતિ છે તો તેનો જશ ન્યાયતંત્ર છે.  મોરબીમાં જિલ્લા કોર્ટ તથા વળતરના કેસનો ઝડપી નિકાલ થશે. આ કાર્યક્રમમાં અકસ્માત વિમા વળતરના કેસોના લાભાર્થીને ચેક વિતરણ કરાયું. મોરબીના પીઢ અને સદીના આરે પહોંચેલા એડવોકેટ ન્વાલચંદભાઈનું ચીફ જસ્ટીસ અને ગૃહમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts