ગૌરક્ષકોના હુમલાના વીડિયોમાં પોલીસ દયાની ભીખ માગતા પરિવારને જોતી રહી

શ્રીનગર, તા. ૨૪

શ્રીનગર પાસે તાજેતરમાં જ ગૌરક્ષકો દ્વારા એક મુસ્લિમ પરિવાર પર ઘાતકી હુમલો કરવાની ઘટના બની હતી તેનો ચોંકાવનારો વીડિયો વાઇરલ થયો છે. ઉગ્રપંથી આતંકવાદીઓ દ્વારા જય શ્રી રામ અને ભારત માતા કી જયના સૂત્રો વચ્ચે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના પરિવાર પર બર્બરતાપૂર્ણ હુમલો કરાયો હતો જે વીડિયોમાં દર્શાવાયું છે. જમ્મુ-કાશ્મીરના રિસી જિલ્લામાં પશુપાલક પરિવારને ઢોેર માર માર્યા બાદ પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરી હતી. પરંતુ આશ્ચર્ચજનક રીતે પોલીસે રિસીના ડેપ્યૂટી કમિશનરની પરવાનગી વિના જ પશુઓની હેર ફેરના આરોપ હેઠળ પીડિત પરિવારના ચાર લોકોની પણ ધરપકડ કરી છે. રિસીના એસએસપી તાહીર ભટે જણાવ્યું કે, પશુપાલક પરિવારને માર મારવાની ઘટનામાં ૧૧ લોકોની ધરપકડ કરાઇ છે જ્યારે પરવાનગી વિના પશુઓની હેરફેર બદલ કેસ નોંધ્યો છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં બલબિરસિંહ, ઓમકાર, સુજીવનસિંહ, સતપોલ, જગદેવસિંહ, લાલસિંહ, રાકેશ કુમાર, શંકરસિંહ, ભગવાનદાસ અને સુરિન્દરસિંહનો સમાવેશ થાય છે. ભટે જણાવ્યું કે, હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. તેમણે જણાવ્યું કે, પરિવારે પશુઓ લઇ જવા માટે પરવાનગી લીધી નહોતી. પોલીસ અધિકારી એસડી સિંહે જણાવ્યું કે, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે, હુમલાખોરો બજરંગ દળ કે વીએચપીના લોકો છે. તમામ પોલીસ સ્ટેશનોને માહિતી આપી દેવાઇ છે કે, લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts