International

અમેરિકાએ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા પર રૂ.૭૦ કરોડનું ઇનામ જાહેર કર્યું

ન્યૂયોર્ક,તા.૧
અમેરિકાએ અલકાયદાના ચીફ રહી ચૂકેલા ઓસામા બિન લાદેનના દીકરા હમજા બિન લાદેનનું ઠેકાણું જણાવનારને ૧૦ લાખ ડોલર (અંદાજિત ૭૧ કરોડ)નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાએ શુક્રવારે કહ્યું કે, હમજા પિતાની મોતનો બદલો લેવા માટે અમેરિકા અને તેના સહયોગી દેશો પર હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગના ઓફિસર એમટી ઇવાનોફે કહ્યું કે, આ પગલું અમેરિકાના આતંકવાદ વિરૂદ્ધ દરેક હથિયારના ઉપયોગની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અન્ય ઓફિસર નાથન સેલ્સે કહ્યું કે, અલકાયદા થોડાં સમયથી શાંત છે, પરંતુ આ માત્ર કૂટનીતિની શાંતિ છે. અમેરિકાના નેવી સીલે ૨ મે, ૨૦૧૧ના રોજ પાકિસ્તાનના એબટાબાદમાં એક હવાઇ હુમલો કરીને લાદેનને મારી નાખ્યો હતો. હમજા ૯/૧૧ આતંકી હુમલા માટે વિમાન હાઇજેક કરનાર મોહમ્મદ અટ્ટાની દીકરી સાથે લગ્ન કરી ચૂક્યો છે. ઓસામાના પિતરાઇ ભાઇઓએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, હમજા કદાચ અફઘાનિસ્તાનમાં છે અને તેની પત્ની ઇજિપ્તની રહેવાસી છે.
હમજા ઓસાબાની જીવિત બચેલી ત્રણ પત્નીઓમાંથી એકનો દીકરો છે. આ ત્રણેય એબટાબાદમાં અમેરિકન હુમલાના સમયે લાદેનની સાથએ રહી હતી. લાદેનના મોત બાદ તેની પત્નીઓ અને બાળકો સાઉદી અરેબિયા જતા રહ્યા હતા. અહીં તેઓને પૂર્વ પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફે શરણ આપી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

    ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
    Read more
    International

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

    અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
    Read more
    International

    અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

    (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.