શહીદ ભારતીય જવાનોના માનમાં બ્લેક બેંડ નહીં પહેરનાર ટીમ ઇન્ડિયા ‘ટાઇમ્સ નાઉ’ના નિશાન પર
(એજન્સી) તા. ૨૧
ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતનોે પરાજય થયા બાદ ઘણા ભારતીય અખબારોએ વિરાટ કોહલી અને તેની ટીમ પ્રત્યે કૂણું અને ઉદાર વલણ દાખવ્યું હતું. જો કે ન્યૂઝ ચેનલો આટલી સંવેદનશીલ ન હતી. એમાંય ‘ટાઇમ્સ નાઉ’એ ક્રિકેટના મેદાન પર ભારતીય ખેલાડીઓના નબળા દેખાવની ટીકા કરી ન હતી તેના બદલે તેમણે પાકિસ્તાન સાથેની સરહદ પર ત્રાસવાદીઓ દ્વારા માર્યા ગયેલા દેશના જવાનો સાથે એકતા વ્યક્ત કરવા હાથ પર કાળા રંગના બેંડ (બ્લેક આર્મ બેન્ડ) નહીં પહેરીને આપણા બહાદુર જવાનોને અપમાનિત કર્યા છે કે કેમ એ બાબતે એક કલાકની ટીવી પર ડિબેટ યોજી હતી.
એ જ દિવસે ભારતીય હોકી ટીમે પાકિસ્તાન સાથેની મેચમાં બ્લેક આર્મ બેંડ ધારણ કર્યા હતા. ચેનલે ‘ક્રિકેટર ફરગેટ બ્રેઇવ્ઝ’ નામનો હેશટેગ શરુ કર્યો હતો. ચેનલના પત્રકારે લંડનની શેરીઓમાં ભારતના હાર્દિક પંડ્યા અને યુવરાજસિંહનો પીછો કરીને પૂછ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચમાં હોકીના ખેલાડીઓએ જેં બ્લેક બેંડ ધારણ કર્યા હતા તેમ તેમણે કેમ ધારણ કર્યા ન હતા ?
‘ટાઇમ્સ નાઉ’એ હેશટેગ પર એવું લખ્યું હતું કે ક્રિકેટરો પણ આપણા શૂરવીરોને સન્માન આપી શક્યા હોત. આ અંગે તમારો મત શેર કરો. ખેલાડીઓ અને એથલિટ્સ રાજકીય વિરોધનો લાંબો ઇતિહાસ ધરાવે છે. વિયેટનામના યુદ્ધ દરમિયાન અમેરિકન આર્મીમાં સેવા કરવાનો ઇન્કાર કરનાર બોક્સર મોહમ્મદ અલીથી લઇને મેચ દરમિયાન ‘સેઇવ ગાઝા’ અને ‘ફ્રી પેલેસ્ટાઇન’ જણાવતા કાંડા પર બેંડ ધારણ કરનાર ક્રિકેટર મોઇન અલી સુધી આવો રાજકીય વિરોધનો ઇતિહાસ જોવા મળ્યો છે.
આમ જોઇએ તો કોહલી અને તેની ટીમ હાથ પર બેંડ ધારણ કરવા કે ભારતીય સેનાના સમર્થનમાં કઇ કરવા માટે ફરજબદ્ધ નથી. ટાઇમ્સ નાઉને જો આ મામલા અંગે ખૂબ જ લાગી આવ્યંુ હોય તો તેના મેનેજમેન્ટે અન્યોને બ્લેક આર્મ બેંડ પહેરવા અંગે પ્રશ્નો કરતા પહેલા તેમના સ્ટાફે પણ બ્લેક બેંડ પહેરવા જોઇતા હતા. આ અંગે ટાઇમ્સ નાઉ ચેનલે અને તેના જેવી માન્યતા ધરાવતા અન્ય કોઇ પણ લોકોે ક્રિકેટ આધારીત રાષ્ટ્રવાદ પર બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન મશરાફે મોર્તઝાએ જે ઉચ્ચારણો ટાંક્યા છે તે જોવા જોઇએ અને હિટ એન્ડ રન જર્નાલિઝમ બંધ કરવું જોઇએ. મશરાફે મોર્તઝાએ લખ્યું હતું કે જે લોકો ક્રિકેટના નામે રાષ્ટ્રવાદના બુમબરાડા કરે છે તેમણે શેરીમાં કેળાની છાલ એક દિવસ ફેંકે નહીં અથવા તો રસ્તા પર થંૂકે નહીં અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો દેશમાં પરિવર્તન આવી ગયું હોત.