Editorial Articles

સ્કૂલમાં ભણતાં બાળકોમાં હિંસાનું પ્રમાણ વધ્યું

– ક્ષમા શમા (વરિષ્ઠ પત્રકાર)

તેઓ ત્રણેય એક જ ઉંમરના હતા, લગભગ ૧૪ વર્ષના. એક જ મહોલ્લામાં રહેતા હતા. એક જ સ્કૂલમાં ભણતા પણ હતા. સાથે આવતા-જતા, રમતાં, ધીંગા-મસ્તી કરતા. એક દિવસ અમુક રાહદારીઓએ નાળામાંથી ચીસો સાંભળી. લોકોએ નજીક આવીને જોયું તો બે બાળકો એક બાળકને માર મારી રહ્યા હતા. તે લોહીલૂહાણ હતો અને બચવા માટે બૂમો પાડી રહ્યો હતો. ત્રણેય જણાં સ્કૂલ ડ્રેસમાં હતા. અર્થાત તેઓ ત્યાં સ્કૂલેથી આવ્યા હતા. લોકોને આવતા જોઈને હુમલાખોર બાળકો ભાગી ગયા. પોલીસે ઘાયલ બાળકને હોસ્પિટલે પહોંચાડ્યો. પરંતુ તે બચી ના શક્યો. ત્યારબાદ પોલીસે જણાવ્યું કે ઘાયલ બાળક ઉપર જ્યોમેટ્રી બોક્ષમાં આવતા કંપાસ વડે હુમલો કરાયો હતો. ડોક્ટરોએ પણ કંપાસ વડે જીવલેણ હુમલો કરાયાની વાત કરી, જે તેના મૃત્યુનું કારણ બન્યું. એવી પણ ખબર પડી કે થોડા દિવસ અગાઉ પણ આ બાળકની બંને બાળક સાથે ઝઘડો થયો હતો. બંને હુમલાખોર બાળકો એક છોકરી સાથે મિત્રતાને લઈને આ બાળકથી નારાજ હતા. છઠ્ઠા ધોરણમાં ભણતા આ બાળકોમાં કોઈ છોકરીને લઈને આટલી પઝશીવનેસ કઈ રીતે આવી ગઈ કે તેઓએ પોતાના જ કલાસમેટનો જીવ લઈ લીધો. કોઈ છોકરીને લઈને અધિકારની આટલી ભાવના, તે પણ ફક્ત ૧૪ વર્ષના બાળકોમાં ? શું છોકરીઓ વિશે સોચ જરા પણ નથી બદલાઈ ? આરે તે આની અથવા તેની સંપત્તિ જેવી શા માટે છે કે જેને પસંદ આવી ગઈ. બસ તેના સિવાય તેની તરફ કોઈ આંખ ઊઠાવીને નથી જોઈ શકતું ? એ પણ સંભવ છે કે જે છોકરીને આના વિશે કાંઈ ખબર જ ના હોય. મોટાભાગે આવું ભણવાના એક જ સાધન-કંપાસ વડે હતયા. એવું લાગ્યું કે જો કોઈનો બદલો લેવો હોય, કોઈનો જીવ લેવો હોય, તો બહારથી હથિયાર લાવવાની તો જરૂર જ નથી. કોઈ ક્રિકેટના બેટ વડે પોતાના જ સાથીને મારી નાખે છે. કોઈ ઈંટ વડે માથું છુંદી નાખે છે, તો કોઈ પેન્સિલ વડે જ આંખની રોશની છનવી લે છે. અમેરિકાની સ્કૂલોમાં ભણનારા બાળકો વિશે મોટાભાગે કહેવાય છે કે ત્યાં જુનિયર કલાસના બાળકો પણ પોતાના દફતરમાં હથિયાર લઈને આવે છે પરંતુ આપણા ત્યાં બાળકોને હિંસા માટે કોઈ બાહરી હથિયારની જરૂર જ નથી. તેઓ રોજબરોજના કામમાં આવતી ચીજોને જ હથિયાર બનાવી રહ્યા છે. જેમને કંપાસ અથવા ક્રિકેટનું બેટ અથવા પેન્સિલ. માસૂમ ઉંમરની આ હેવાનિયતને કઈ રીતે પરિભાષિત કરવી. વયસ્ક થવાની ઉંંમર ૧૮ વર્ષ છે. ૧૮ વર્ષ સુધી ઓછી ઉંમરના બાળકને કિશોર માનવામાં આવે છે. તાજેતરમાં સરકારે જુવેનાઈલ જસ્ટિસ એક્ટમાં ફેરફાર પણ એટલા માટે કર્યો કે કિશોરોમાં અપરાધ વધી રહ્યા છે. ૧૮થી ઓછી ઉંમરનો લાભ ઉઠાવીને તેઓ મોટા મોટા ગુનાઓ કરીને પણ છૂટી જાય છે. ઘણી વખત તેઓ ખુદ ગુનો કરે છે, તો ઘણી વખત ક્રિમિનલ ગેંગો તેમની ઉંમરનો લાભ ઊઠાવીને તેમના પાસે ગુના કરાવે છે. નવા કાયદા મુજબ  ૧૬થી ૧ઠ વર્ષ સુધીના કોઈ કિશોરે જો મોટા વ્યક્તિ જેવા ગુનો કર્યો હોય તો તેને સજા પણ મોટા વ્યક્તિની જેમ જ અપાશેે. ઘણાં દેશોમાં એવો કાયદો છે. જ્યાં ગુનેગારની ઉંમરની સરખામણી ગુનાની ગંભીરતા જોવામાં આવે છે. બાળકો અને કિશોરોમાં વધતી હિંસા અને વધતા ગુનાઓ પ્રત્યે વિદ્વાન લોકો મોટાભાગે ચિંતા વ્યક્ત કરે છે. સલાહ મશવરો આપવામં આવે છે. ચર્ચાઓ થાય છે. ફરિયાદો મોકલવામાં આવે છે. પરંતુ બાળકોના અપરાધના આંકડા વધતાં જ જાય છે. કોઈ કિશોરો તથા બાળકોના એકાંતને આના માટે જવાબદાર માને છે.  કોઈ સંયુક્ત પરિવારના ના રહેવા તથા સતત બાળકોનું એકલા હોવું, તેમના માટે કોઈની પાસે સમયના બચવાને આના માટે કોઈની પાસે સમય ના બચવાને આના માટે દોષી ઠેરવે છે. એવી પણ સલાહ છે કે મોબાઈલ અને ઈન્ટરનેટ પર લાંબા સમય સુધી મંડ્યા રહેવાથી બાળકોને ગુનાખોરીની દુનિયા ઘણી સાહસભરી લાગે છે. મોટાભાગે ફિલ્મો તથા સીરિયલોમાં ગુનેગારોને ઘણા ગ્લોરીફાય કરવામાં આવે છે. કાનૂનની સરખામણીમાં ગુનેગાર પ્રત્યે લોકોની સહાનુભૂતિ પણ વધારે દેખાય છે. તેને ‘હીરોજ વેલકમ’ મળે છે. આથી તે બાળકો અથવા કિશોર, જે હજી હમણાં શીખ લઈ રહ્યા છે. તો તેમાં આશ્ચર્ય કેવું ? પરંતુ સ્કૂલો તથા તેની આસપાસ આવી રીતે વધતી હિંસા અન્ય બાળકોના જીવનને ખતરામાં નાંખે છે.

(સૌ. : હિન્દુસ્તાન)