ભારતીય ક્રિકેટ : ૫૦૦ ટેસ્ટ અને ૩૨ કેપ્ટન : ભારતના ૧૦ ભવ્ય કેપ્ટનોની યાદી

– ચંદ્રેશ નારાયણ

sunday-purti-21ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ટેસ્ટ મેચના કપ્તાનોએ તેમના વ્યક્તિત્વ મુજબ ટીમને યોગદાન આપ્યું છે અને દરેક કેપ્ટનના યુગ મુજબ ટેસ્ટ ટીમને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ૧૯૬૦ પહેલા, ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ એક રક્ષણાત્મક અભિગમની નીતિ પસંદ કરીને રમતી હતી અને કોઈ જોખમો ઉઠાવવાનો પ્રયત્ન કરતી ન હતી. મોટેભાગે એ યુગ માત્ર વ્યક્તિગત પ્રદર્શન અને લક્ષ્યો પર આધારિત હતો અને એ સમયમાં ક્યારેય એક ‘સંપૂર્ણ ટીમ પ્રદર્શન’ જોવા મળતું ન હતું. પરંતુ ૧૯૬૦ના દશકમાં બધું બદલાઇ રહ્યું હતું.  અહીં ભારતના કેટલાક શ્રેષ્ઠ કપ્તાનોની યાદી આપવામાં આવી છે. આજ સુધી ૩૨ કેપ્ટનોએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે પરંતુ આ ૧૦ કેપ્ટનોએ ભારતીય ક્રિકેટ પર પોતાની છાપ છોડી છે.

૧.           ટાઇગર પટૌડી (મન્સૂરઅલીખાન પટૌડી)

એક દુઃખદ વાર્તા સાથે એક રાજકુમાર ભારતીય ક્રિકેટ પર પોતાના વ્યક્તિત્વના વશીકરણની છાપ છોડી દીધી છે કારણ કે તેમણે દેશના ક્રિકેટ વિશેના વિચાર બદલીને ટીમમાં હકારાત્મક અભિગમનો સંચાર કર્યો હતો. ટાઇગર પટૌડી ભારતીય ક્રિકેટના અત્યાર સુધીના સૌથી નાની વયના કપ્તાન હતા. તેમની કેપ્ટનશીપમાં ફિલ્ડિંગ મહત્ત્વપૂર્ણ બની હતી અને ખાસ કરીને પટૌડીએ એક કેપ્ટન તરીકે પોતે જ ફિલ્ડિંગમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો. વધુ મહત્ત્વનંુ એ હતું કે પટૌડીને સમજાયું કે જો ભારતે ટેસ્ટ મેચ જીતવી હશે તો તેના બોલરોએ સામેની ટીમની ૨૦ વિકેટ લેવી જ પડશે.

અને આમ તેઓએ પ્રખ્યાત ભારતીય સ્પિન ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, વેંકટરાઘવન) તૈયાર કરી હતી. પટૌડીના કલ્પનાશીલ નેતૃત્વ હેઠળ ભારતીય ટીમને લાગ્યું કે તેઓ પણ ટેસ્ટ મેચ જીતી શકે છે અને ભારતે ફિલ્ડિંગ ક્ષેત્ર અને સ્પિન બોલિંગ પર આધાર રાખીને ૧૯૬૭-૬૮માં પટૌડીના નેતૃત્વ હેઠળ ન્યુઝીલેન્ડમાં તેની પ્રથમ વિદેશ ટેસ્ટ શ્રેણીમાં જીત હાંસલ કરી હતી.

૨.           અજિત વાડેકર

જ્યારે પટૌડી યુગનો અંત આવ્યો ત્યારે એક નાટ્યાત્મક ચાલ દ્વારા એક પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પછીથી પસંદગી સમિતિના ચેરમેન બનેલા વિજય મર્ચન્ટે આ મુંબઈકરને ભારતીય ટીમનું નેતૃત્વ સોંપ્યું હતું. આ ડાબોડી બેટ્‌સમેનની ૧૯૭૦-૭૧માં વેસ્ટ ઈન્ડિઝના કપરા પ્રવાસ માટે સુકાની તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ભારતના પીઢ ક્રિકેટર દિલીપ સરદેસાઇ અને પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણી રમી રહેલા સુનિલ ગાવસ્કરના યાદગાર દેખાવની મદદથી એક અશક્ય જીત પ્રાપ્ત કરી હતી. આ પહેલા ભારતે ક્યારેય વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીતી ન હતી અને વાડેકરના નેતૃત્વમાં આ જીત મેળવી હતી. લોકો તેમને નસીબદાર માનતા હતા. પરંતુ તેમણે બીજા એક પ્રવાસમાં પણ જીત મેળવીને ખૂબ જ નજીકના સમયમાં એ સાબિત કર્યું કે તેઓ એક ચાલાક કેપ્ટન હતા. તેમણે વેસ્ટ ઈન્ડિઝ બાદ ઇંગ્લેન્ડમાં શ્રેણી વિજય મેળવ્યો હતો. ચંદ્રશેખરની જાદુઇ બોલિંગ અને ટીમના સઘન પ્રયત્ન પછી ભારતે શક્તિશાળી ઇંગ્લિશ ટીમ સામે વિજય મેળવ્યો હતો.

૩.           સુનિલ ગાવસ્કર

જો કોઈને ૧૯૭૦ અને ૧૯૮૦ના ભારતીય ક્રિકેટના જોખમી અને પ્રતિકૂળ સમયમાં સાથ આપ્યો હોય તો તે આ મુંબઇના ઓપનિંગ બેટ્‌સમેને પોતાની બેટિંગથી ભારતીય ક્રિકેટનું નામ રોશન કર્યું હતું.

સુનિલ ગાવસ્કર પોતાની વિકેટનું મૂલ્ય જાણતા હતા અને રક્ષણાત્મક રમત રમતા હતા અને કેપ્ટન તરીકે પણ તેઓએ આ જ અભિગમ અપનાવ્યો હતો. કારણ કે તેઓને સમજાયું કે સ્પિન ચોકડી હવે નિવૃત્ત થઈ રહી છે અને ભારતીય ટીમમાં એક મુખ્ય બોલર તરીકે માત્ર કપિલ દેવ જ હતા.

sunday-purti-30તેથી, ગાવસ્કરે ભારત ટેસ્ટ મેચ ગુમાવે નહીં તેવી નીતિ અપનાવી હતી. પરંતુ તેમનો આ વ્યૂહ હોવા છતાં તેમણે ત્રણ અનફિટ બોલર સાથે ૧૯૮૧માં મેલબોર્નમાં શ્રેણી સરભર કરતાં મેચમાં જીત મેળવી હતી. તે ખૂબ જ ચાલક હતા અને પોતાની ટીમમાં રહેલ ખેલાડીઓનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હતો. જો તેઓને અન્ય કોઇ યુગમાં ભારતના કેપ્ટન બનાવવામાં આવ્યા હોત તો ચોક્કસપણે તેઓનો શ્રેષ્ઠ કેપ્ટન તરીકે ક્રમાંકિત કરવામાં આવી શક્યા હોત.

૪.           રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ ભારતના સૌથી ઓછા ચર્ચિત સુકાની છે. તેમના સુકાનીપદ હેઠળ અનેક અવરોધો હોવા છતાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક શ્રેણી જીત પ્રાપ્ત કરી હતી. પરંતુ દુર્ભાગ્યે દ્રવિડને હંમેશા વર્લ્ડ કપ ૨૦૦૭માં ભારતીય ટીમની નિષ્ફળતા માટે જ યાદ કરવામાં આવે છે. ભારતીય સુકાની અને એક શ્રેષ્ઠ બેટ્‌સમેન તરીકે રાહુલ દ્રવિડને જે પ્રતિષ્ઠા મળવી જોઈએ તે મળી ન હતી.

૫.           સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટનું સુકાન એવા મુશ્કેલ સમયે સંભાળ્યું હતું જ્યારે મેચ ફિક્સિંગ કૌભાંડને કારણે ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈ ગયા હતા. ગાંગુલીના નેતૃત્વ હેઠળ ભારતના પ્રતિબદ્ધ વરિષ્ઠ ખેલાડીઓના જૂથના પ્રદર્શનને કારણે ભારતે વિદેશમાં નિયમિત રીતે જીત મેળવી હતી અને ભારતે તેમના નેતૃત્વ હેઠળ એક નામના મેળવી હતી.

૬.           અનિલ કુંબલે

અનિલ કુંબલેએ તેમની કારકિર્દીના અંતે ભારતનું સુકાનીપદ સંભાળ્યુ હતું.  જ્યારે ચારે બાજુ કટોકટી હતી અને તેમની પાસે મર્યાદિત સમય હતો, પરંતુ તેમણે તેમના નેતૃત્વના ગુનો દર્શાવતા મંકીગેટ કૌભાંડ જેવા સંજોગોમાં પણ ટીમને ઉગારવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની અંતિમ ભવ્યતા પર્થ ટેસ્ટ ૨૦૦૮માં વિજય મેળવવા માટે યાદ રાખવામાં આવશે.

૭.           મહેન્દ્ર સિંહ ધોની

આંકડાકીય રીતે ભારતના આ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ કેપ્ટન ચોક્કસપણે સૌથી ખ્યાતનામ કેપ્ટન નથી. તેઓએ સખત મહેનત કરીને તેમના પૂરોગામી દ્વારા મેળવવામાં આવેલ સફળતાને ટૂંકા સમયમાં આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યા હતા. પરંતુ જ્યારે વરિષ્ઠ ખેલાડીઓ નિષ્ફળ થવા લાગ્યા ત્યારે ફરી એકવાર ભારતને નિષ્ફળતાના યુગનો સામનો કરવો પડ્યો હતો. ભલે એક ટૂંકા સમયગાળા માટે જ હોય પરંતુ ભારતે તેમના નેતૃત્વમાં ટેસ્ટ ક્રિકેટ વિશ્વમાં શાસન કર્યું છે માટે તેઓ ઉલ્લેખને પાત્ર છે.

૮.           બિશનસિંઘ બેદી

ભારતીય સ્પિન બોલરની સોનેરી ચોકડીનો એક ભાગ બિશન સિંઘ બેદી છે અને તેમના ચાહકો વિશ્વના તમામ દેશોમાં છે. તેઓની સ્પિન બોલિંગ માટે તેઓ બધા દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. તે માત્ર એક પ્રભાવશાળી કપ્તાન જ ન હતા પરંતુ તેઓ હંમેશા પોતાના ખેલાડીઓને ટેકો આપવા માટે સાથે રહેતા હતા. બેદી સીનિયર અને જૂનિયર બંને ખેલાડીઓ સાથે સરળતા સાથે કામ કરતાં હતા. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે ૧૯૭૬માં યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે એક ઉચ્ચ અને અશક્ય લક્ષ્યનો પીછો કરતાં ૪૦૬ રન બનાવ્યા હતા. તેઓ હંમેશા પોતાના ખેલાડીઓની પડખે ઊભા રહેતા હતા. તેઓએ ઇંગ્લેન્ડ દ્વારા અયોગ્ય યુક્તિઓ અથવા વેસ્ટ ઈન્ડિઝ અયોગ્ય શૉર્ટ પિચ બોલિંગ જેવા મુદ્દે લડત આપી હતી. તેમના નેતૃત્વની મહાન ક્ષણ ઓસ્ટ્રેલિયાની એક ભવ્ય શ્રેણી હતી જે ભારતે ૨-૩થી ગુમાવી હતી.

૯. મોહમ્મદ અઝહરૂદ્દીન

૧૯૯૦માં મોહમ્મદ અઝહરૂદ્દીનની કેપ્ટન તરીકે એક વિવાદાસ્પદ અને આશ્ચર્યજનક પસંદગી કરવામાં આવી હતી પરંતુ આ યાદીમાં અઝહરની અવગણના કરી શકાતી નથી, માત્ર એટલા માટે જ નહીં કે તેઓએ સમગ્ર ૧૯૯૦ના દશકમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું પરંતુ એટલા માટે પણ કે તેમના સુકાનીપદ હેઠળ ભારતે વિદેશમાં અને ભારતમાં પણ અનેક જીત મેળવી હતી. અઝહરૂદ્દીન ક્યારેય એક મહાન કોમ્યુનિકેટર બની શક્યા ન હતા પરંતુ અનુકૂળ સંજોગોમાં તેમણે યોગ્ય પરિણામો મેળવ્યા હતા.

૧૦.        કપિલદેવ

આ પ્રતિષ્ઠિત ઓલ-રાઉન્ડરને કેપ્ટન તરીકેની તેમની પ્રથમ ટેસ્ટમાં જીત હાંસલ કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. ૧૯૮૩ના વર્લ્ડ કપની ઐતિહાસિક જીતને બાદ કરતાં તેઓ ક્યારેય ટીમને વધારે વિજય આપવી શકયા ન હતા. જો કે તેમની ટીમ વિજયની નજીક આવી શકી હતી પરંતુ તેઓએ એક કેપ્ટન તરીકે સારી કામગીરી બજાવી હતી. તેમની પ્રથમ ટેસ્ટ જીત ૧૯૮૬માં લોર્ડસના મેદાનમાં મેળવી હતી. તેઓને ખરેખર ક્યારેય ટેસ્ટ સુકાની તરીકે સંપૂર્ણ પ્રતિભા બતાવવા માટેની તક મળી ન હતી કારણ કે એ સમયે ભારતમાં વન-ડેનું વાવાઝોડું ફૂંકાવવાની શરૂઆત થઈ ચૂકી હતી.  (સૌ. : ધ ક્વિન્ટ.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks