કિગ્સ્ટન,તા. ૮
કિગ્સ્ટનના મેદાન ખાતે આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે એકમાત્ર ટ્વેન્ટી મેચ રમાનાર છે. પાંચ વનડે મેચોની શ્રેણી ભારતે ૩-૧થી જીતી લીધા બાદ કમાત્ર ટ્વેન્ટી મેચમાં પણ જીત મેળવી લેવા માટે ભારતીય ટીમ સજ્જ છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ધરખમ બેટ્સમેન ક્રિસ ગેઇલનો સમાવેશ કરવામાં આવ્યા બાદ મેચ વધારે રોમાંચક બની શકે છે. લાંબા ગાળા બાદ ક્રિસ ગેઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ક્રિસ ગેઇલ ટ્વેન્ટી ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. આ વર્ષે એપ્રિલમા ંતે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. ટીમમાં બ્રેથવેટ ઉપરાંત સેમ્યુઅલ સુનિલ નારાયણ અને પોલાર્ડ ેજેવા શક્તિશાળી ખેલાડી રહેલા છે.જે પાસા બદલી શકે છે.
Facebook
0
Twitter
0