ભારત અને જાપાન વચ્ચે દોસ્તીનો નવો આયામ શરૂ : શિન્જો અબે

ભારત-જાપાનના વડાપ્રધાનની સંયુક્ત પત્રકાર પરિષદમાં જાપાનના વડાપ્રધાન શિન્જો અબેએ જણાવ્યું હતું કે ભારતે બૌદ્ધ ધર્મ અને યોગ સંસ્કૃતિ દ્વારા વિશ્વને માનવ મૂલ્યોની અમૂલ્ય ભેટ પ્રદાન કરી છે. ભારત અને જાપાન વચ્ચેનો મજબૂત સંબંધ સેતુ ઈન્ડિયા પેસિફિક વિસ્તારમાં જ નહીં પૂરા વિશ્વમાં મહત્ત્વરૂપ સાબિત થશે. તેમણે ઉત્તર કોરિયાના પ્રશ્ને બંને દેશોના સ્પષ્ટ અભિપ્રાયની નોંધ લઈ જણાવ્યું હતું કે આપણે તેમને નીતિ બદલવા મજબૂર કરીશું. ભારત અને જાપાન ઈન્ડિયા-પેસિફિક મહાસાગર વિસ્તારમાં શાંતિ માટે મજબૂત પ્રયાસો કરશે. તેમણે એશિયા-પેસિફિક અને આફ્રિકન ક્ષેત્રની કનેક્ટિવિટી ઉપર પણ ભાર મૂક્યો હતો. વધુમાં શિન્જો અબેએ બુલેટ ટ્રેન લાવવા વિશે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા નરેન્દ્ર મોદી સાથે મળીને અને બુલેટ ટ્રેન ટ્રેનનો નિર્ણય કર્યો હતો. જાપાન-ભારત જે નિર્ણય કરે તે સાકાર કરીને જ રહે છે. હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાન-ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવા તેમજ ૧૦૦થી વધુ જાપાનના એન્જિનિયરો દ્વારા કામ કરાશે. બિઝનેસની સાથે સાથે ભારતીયો પણ જાપાનીઝ ભાષા શીખે તે માટે ૧૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં જાપાનીઝ ભાષા શિખવાડવાના કોર્ષ શરૂ કરાશે. ૧૦૦૦ જેટલા શિક્ષકો આ ભાષા શિખવાડશે. વધુમાં વડાપ્રધાન શિન્જો અબેએ ભારત અને જાપાન વચ્ચે થયેલા કરારોથી આ દોસ્તીનો એક નવો આયામ છે. અંતમાં તેમણે ગુજરાતની મુલાકાત વેળા તેમના ઉષ્માભર્યા થયેલા સ્વાગતને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીયોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks