ભારત ચીનને નજરમાં રાખીને પરમાણુ હથિયારને આધુનિક ઢબે સજ્જ કરી રહ્યું છે : અમેરિકી નિષ્ણાંતો

(એજન્સી) વોશિગ્ટન, તા. ૧૩
અમેરિકાના ટોચના બે પરમાણુ નિષ્ણાંતોએ એવું જણાવ્યું છે કે ભારત પાકિસ્તાનને નહીં પરંતુ ચીનને ધ્યાનમાં રાખીને તેના પરમાણુ હથિયારોને આધુનિક ઢબે સજજ કરી રહ્યું છે. તેમણે બન્નેએ કહ્યું કે ભારતનું સમગ્ર ધ્યાન પાકિસ્તાનને નહીં પરંતુ ચીનની પર છે. જુલાઈ ઓગસ્ટમાં ડિઝીટલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા એક લેખમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ભારત દક્ષિણ ચીનના તેના બેઝ ખાતેથી ચીનના કોઈ પણ વિસ્તાર પર ત્રાટકી શકે તેવી એક મિસાઈલ બનાવી રહ્યું છે. ભારતે ૧૫૦-૨૦૦ પરમાણુ હથિયારો માટે પૂરતી માત્રામાં પ્લુટોનીયમને બનાવી લીધું છે. જેમાંથી પરમાણુ હથિયારો તૈયાર કરી શકાય છે. ઈન્ડીયન ન્યુક્લિયર ફોર્સ ૨૦૧૭ ના શીર્ષકવાળા લેખમાં હેન્સ એમ ક્રિસ્ટીનસન અને રોબર્ટ એસ નોરિસે એવું લખ્યું કે અનુમાન પ્રમાણે ભારતની પાસે ૧૫૦ થી ૨૦૦ પરમાણુ હથિયારો બનાવી શકાય તેવું પ્લુટોનિયમ ઉપલબ્ધ છે. પરંતુ સઁંભવત, ભારતે ૧૨૦ થી ૧૩૦ વોરહેડનું નિર્માણ કર્યું છે.
બન્ને નિષ્ણાંતોએ એવો દાવો કર્યો કે પરંપરાગત રીતે પાકિસ્તાન પર આધારિત ભારતની પરમાણુ નીતિમાં હવે ચીન પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નવી મિસાઈલ સિસ્ટમ વિકસીત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લેખમાં એવું પણ કહેવામાં આવ્યું કે ભારતનું ધ્યાન પારંપરીક રીતે પાકિસ્તાનથી પોતાની રક્ષા કરવા માટે પરમાણુ હથિયાર વિકસીત કરવા પર રહ્યું છે. પરંતુ ભારતનું પરમાણુ આધુનિકીકરણ એ વાતનો સંકેત છે કે તે ચીનની સાથે નજીકના ભવિષ્યમાં સામરિક સંબંધો પર વધારે ધ્યાન આપી રહ્યું છે. તજજ્ઞોએ એવું પણ અનુમાન વ્યક્ત કર્યું કે ભારતની પાસે ૭ પરમાણુ સક્ષમ પ્રણાલી છે.
તેમાં વિમાનથી સંચાલિત થનારી ૨ જમીનથી સંચાલિત થનારી ૪ અને સમુદ્રથી સંચાલિત થનારી એક બેલાસ્ટિક મિસાઈલ છે. લેખમાં એવું પણ કહેવામાં આવ્યું કે ઓછામા ઓછા ચાર બીજી પ્રણાલીઓ પર કામ ચાલી રહ્યું છે. અને તેને ઝડપથી વિકસીત કરવામાં આવી રહી છે. આગામી એક દશકામાં તેને તૈનાતીની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે એક અમેરિકી રિપોર્ટ અનુસાર, દક્ષિણ મથકેથી સમગ્ર ચીનને નિશાન બનાવી શકાય તેવી બેલાસ્ટિક મિસાઈલ વિકસીત કરવાની દિશામાં ભારતે પગલું ભર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks