ભારતે તેના સરહદીય લશ્કરને કાબૂમાં રાખવું જોઈએ : ચીની લશ્કર

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
ચાલુ વર્ષે ડોકલામ વિવાદને આંતરરાષ્ટ્રીય સહયોગને સૌથી મોટી સિદ્ધી ગણાવતાં ચીની લશ્કરે ગુરુવારે એવું કહ્યું કે ભારતીય સીમા પર લશ્કરની ચોકસી અંગે ભારતને સલાહ આપતાં ચીને લસેનાએ કહ્યું કે ભારતે પોતાની સેના પર અંકૂશ મૂકવો જોઈએ. સીમા પર શાંંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી જોઈએ. ચીની રક્ષા પ્રવક્તા કર્નલ રે ગુઓકિંયાગે કહ્યું કે આ વર્ષે ચીની લશ્કરે ઘણા મુદ્દાઓનો ઉકેલ લાવ્યું છે તેમાં એક ડોકલામ વિવાદ હતો. બેજિંગમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ચીની સેનાએ રાષ્ટ્રીય સુરક્ષાની ઉપરતાં સેનાએ દક્ષિણ ચીન સાગારમાં રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કામ કર્યું છે. સિક્કીમ, ચીન અને ભૂતાન સીમા પર ડોકલામ વિસ્તાર પર બન્ને દેશો વચ્ચે મઠાગાંઠ સર્જાઈ હતી. બન્ને દેશોની સેના વચ્ચે ગતિરોધ પેદા થયો હતો. ચીન દ્વારા આ વિસ્તારમાં નિર્માણકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યાં બાદ અરસપરસની સહમતિથી આ ગતિરોધ ૨૮ ઓગસ્ટના રોજ ખતમ થયો હતો. આની પર ભારતીય સેનાએ ચીની સેના વતી નિર્માણકામ પર વાંધો ઉઠાવ્યો હતો. ભારતનું એવું માનવું છે કે ભારતના ચિકન નેક કહી શકાય તેવા આ વિસ્તારમાં આ વિસ્તારની સુરક્ષા માટે ખતરો છે. જમ્મુ કાશ્મીરથી અરૂણાચલ પ્રદેશ સુધી ભારત અને ચીન ૩૪૮૮ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks