ભારતમાં બેરોજગારી વધવાનું કારણ ‘મોદી સર્જિત આફત’ : રાહુલ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
બેરોજગારીના મુદ્દે ફરી એક વાર મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં બેરોજગારી વધવાનું કારણ ‘મોદી દ્વારા સર્જિત આફત’ છે. તેમમે કહ્યું કે ભારતમાં બેરોજગારી વધવા પાછળનું કારણ મોદીએ જે આફતનું સર્જન કર્યું છે તે છે. રાહુલે દાવો કર્યો કે ભારતમાં દરરોજના ૫૦,૦૦૦ નોકરીઓ જઈ રહી છે. ગાંધીએ આગ્રહપૂર્વક કહ્યું કે મોદી સરકારમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અનએ તેમની સરકાર ખાતરી કરાવવા માંગી રહી છે આ દેશનો દરેક નાગરિક ચોર છે. આજે સરકારમાં કોઈ પણ લોકોની ફરિયાદો કે દુખો સાંભળી રહ્યું નથી. બીજા લોકોની વાત સાંભળીને વિશ્વાસ પેદા કરી શકાય છે. વડાપ્રધાન મોદીના ૫૬ ઈન્ચની છાતીવાળા દાવા પર પ્રહાર કરતાં રાહુલે કહ્યું કે વડાપ્રધાન મોદીની છાતી મોટી છે પરંતુ હૃદય નાનું છે. મોદી અને તેમની સરકારે અર્થતંત્રને બેવડો ફટકો માર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સ્ટાર્ડ અપ ઈન્ડીયાનું સ્વાગત કરીે છીએ પરંતુ શટ અપ ઈન્ડીયા દ્વારા તેનો અમલ ન કરી શકાય. દિલ્હીના એક કાર્યક્રમમા બોલતાં રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. રાજધાની નવી દિલ્હીમાં પીએચડી એન્યુઅલ એવોર્ડ ફોર એક્ષેલન્સ અને ૧૧૨ મા વાર્ષિક સત્રને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે અને સરકાર પ્રામાણિક લોકોમાં વિશ્વાસ ધરાવતી નથી.આ પહેલા પણ રાહુલે મોદી સરકારને અડહેટે લીધી છે. રાહુલે તાજ વિવાદે પણ ભાજપની હાંસી ઉડાવી હતી. યુપી ભાજપના ધારાસભ્ય સંગીત સોમે એવું કહીને વિવાદ છેડ્યો હતો કે દેશદ્રોહીઓએ તાજનું નિર્માણ કર્યું છે. આ દેશદ્રોહીઓ હિન્દુનો સફાયો કરી નાખવા માંગતા હતા. યુપીના મુખ્યમઁંત્રીએ પણ કહેવું પડ્યું હતું કે તાજમહેલ કોણે બાંધ્યો તે મહત્વનું નથી પરુત મહત્વની બાબત એ છે કે તાજમહેલ લાખો ભારતીય મજૂરોના લોહી-પરસેવાનું પરિણામ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks