ભારતમાં ચાલતા અમાનવીય કૃત્યો સામે કેનેડામાં દેખાવો

ટોરન્ટોમાં કેટલાક ભારતીય મુસ્લિમો દ્વારા પ્રદર્શનો આયોજિત કરાયા હતા પરંતુ તેઓ યોગ્ય રીતે ઝુંબેશ ચલાવી શક્યા નહીં. આ દેખાવો અંગે મસ્જિદો કે અન્ય મીડિયા દ્વારા ખુદ મુસ્લિમ સમાજમાં જ સંદેશો ફેલાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેથી મોટાભાગના મુસ્લિમો આ દેખાવો વિશે જાણતા નહોતા. ભારતમાં લઘુમતીઓ પ્રત્યે સંવેદના રાખનારા શીખો અને ખ્રિસ્તીઓને પણ માહિતગાર કરાયા નહોતા. કેમ કે કેટલાક મુસ્લિમો સ્વાર્થી અને લાલચુ છે. તેઓ પોતાની જાહેરાત કરવા માગે છે, પોતાના ભાઇઓને સહકાર તથા મદદ કરવા માગતા નથી.
ઉલ્લેખનીય છે કે, ટોરન્ટો અને આસપાસના નગરોમાં મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે પરંતુ મુસ્લિમો વચ્ચે નબળા સંકલન અને સહકારની ઉણપને કારણે મોટાભાગના લોકો આવા દેખાવો પ્રત્યે જાગ્રત થતા નથી જેથી તેઓ ભાગ ન લઇ શકવાને કારણે આવા નાના પ્રદર્શનોનું મહત્વ ઘટી જાય અને કોઇ ખાસ અસર દેખાતી નથી. જેના કારણે આ પ્રકારના સમાચારની સ્થાનિક મીડિયા જેમ કે, અખબારો અને ટીવીમાં પણ નોંધ લેવાઇ નહોતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks