(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૦
ભારતીય રેલવેમાં ૭૦ હજાર કિલોમીટરના રૂટ ઉપર રેલવે ટ્રેક મજબુત કરવાની જરૂરછે. ભારતને અત્યારે બુલેટ ટ્રેનની કોઈ જરૂર નથી. તેમ આજે વડોદરા ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા યોજાયેલ રેલવે કર્મચારીઓની મીટીંગમાં ભાગ લેવા આવેલા નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડીયન રેલવે મેન્સ (એનએફઆઈઆર)નાં મહામંત્રી ડો.એમ.રાઘવૈયાએ જણાવ્યું હતું.
ભારતીય રેલવેના કર્મચારીઓની વિવિધ માંગણીઓ નહિ સંતોષાતા રેલવે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર ઓફીસર્સ કલબ ખાતે રેલવે કર્મચારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રેલવે કામદારો સહિત ટેકનીકલસ્ટાફ તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનાં જે.જી.માહુરકર તથા શરીફખાન પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસગે બેઠકમાં ભાગ લેવા આવેલા એનએફઆઈઆરનાં મહામંત્રી ડો.એમ.રાઘવૈયાએ જણાવ્યું હતું કે, રેલવે મંત્રાલય દ્વારા રેલવે કામદારોની ઘણી માંગણીઓ મંજુર કરવામાં આવી છે પરંતુ તેનો અમલ કરવામા આવી રહ્યો નથી જેમાં છઠ્ઠા પે કમિશનમાં ૪૬૦૦ની જગ્યાએ ૪૮૦૦ ગ્રેડ પે, સિનિયર એન્જીનીયર અને સુપરવાઈઝર ઓફીસર ન આપવો, મેલ એક્સપ્રેસ લોકો પાયલોટને ૪૨૦૦ની જગ્યાએ ૪૬૦૦ ગ્રેડ પે આપવો, અપગ્રેડેશન કેસમાં ગ્રુપસીના લેવલને ગ્રુપ બી લેવલ આપવો, ટ્રેક મેન્ટેરનાં કેડરનું લેવલ મેટ્રીક્ષનાં હિસાબે કેડર રિસ્ટક્સ્ચરીંગ કરવું, હાઈ પાવર કમિટીનાં રિપોર્ટનાં આધારે ૧૨ કલાકની જગ્યાએ ૮ કલાક કરવા, ટીકીટ ચેકીંગ સ્ટાફનાં રેલવે બોર્ડના આદેશ ૨૦૦૦ વર્ષનું પાલન કરવું જે સહિતની માંગણીઓ સમાવેશ થાય છે. હજુ સુધી આ માંગણીઓ મંત્રાલય દ્વારા મંજુરી છતાં અમલ કરવામાં નહિં આવતાં કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડો.એમ.રાઘવેૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, રેલવે મંત્રાલય દ્વારા ઓછામાં ઓછા પગાર અને મલ્ટીપ્રલાઈ ફાર્મ્યુલામાં વધારો થવો જોઈએ જે ભારત સરકારે મંજુરી આપી નથી. આ ઉપરાંત નવી પેન્શન નિતિને પણ રદ્ કરવી જોઈએ જ્યારે બુલેટ ટ્રેનની હાલમાં સ્થિતિ વિશે પુછાતા ડો.રાઘવૈયાએ જણાવ્યું હતું કે, ભારતમાં હાલ જે રેલવે ટ્રેક છે તેને મજબૂત કરવાની તેમજ ટ્રેનો સારી મેન્ટેન કરી સ્પિડ વધારવાની જરૂર છે. હાલમાં ભારતમાં બુલેટ ટ્રેનની કોઈ જરૂર નથી જ્યારે રેલવેનું સ્ટાન્ડર્ડ ઉપર જશે ત્યારે બુલેટ ટ્રેન વિશે વિચારણા કરવી જોઈએ.