ટ્‌વેન્ટી-ર૦ ક્રિકેટમાં હજુ સુધીની રનની દ્રષ્ટિથી ભારતની બીજી સૌથી મોટી જીત

લંડન,તા. ૩૦
ભારતે આયર્લેન્ડ સામેની બીજી ટ્‌વેન્ટી મેચ પણ ૧૪૩ રને જીતી લીધી છે. આની સાથે જ આ ટ્‌વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં કેટલાક નવા રેકોર્ડ પણ સર્જાયા હતા. ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૩ રન કર્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ માત્ર ૭૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી કેએલ રાહુલે તોફાની બેટિંગ કરીને ૩૬ બોલમાં ૭૦ રન કર્યા હતા. જેમાં છ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરેશ રૈનાએ પણ ૪૫ બોલમાં ૬૯ રન કર્યા હતા. આ મેચમાં જીત સાથે કેટલાક નવા રેકોર્ડ સર્જાયા હતા. આ ભારતની ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં રનના મામલે સૌથી મોટી જીત હતી. આ પહેલા ભારતે શ્રીલંકા પર વર્ષ ૨૦૧૭માં કટક ખાતે રમાયેલી મેચમાં ૯૩ રને જીત મેળવી હતી. સાથે સાથે ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર રનની દ્રષ્ટિથી આ બીજી સૌથી મોટી જીત હતી. તે પહેલા પાકિસ્તાને આ વર્ષે જ એપ્રિલ મહિનમાં વેસ્ટ ઇન્ડિઝ પર ૧૪૩ રને જીત મેળવી હતી. બીજી બાજુ ભારતની સામે રેકોર્ડની વાત કરવામાં આવે તો લોએસ્ટ સ્કોરના મામલે હવે આયર્લેન્ડ છે. તેનો ૭૦નો સ્કોર સૌથી નજીવો જુમલો છે. ભારતે પ્રથમ મેચમાં પણ શાનદાર જીત મેળવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks