(એજન્સી) વોશિંગ્ટન, તા.૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ બધા દેશો સાથે વાણિજ્ય સંબંધ સમાપ્ત કરી દેશે જે ઉત્તર કોરિયા સાથે કારોબાર કરી રહ્યો છે. સમાચાર એજન્સી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની આ ચેતવણી ઉત્તર કોરિયાના હાઈડ્રોજન બોમ્બના પરીક્ષણ બાદ આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે વ્હાઈટ હાઉસના પ્રમુખ સ્ટાફ જોન કેલી, રક્ષામંત્રી જેમ્સ મૈટિટસ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન ઉત્તર કોરિયાના મુદ્દા પર ચર્ચા થશે. ચીનના વિદેશ મંત્રાલયે પણ ઉત્તર કોરિયાના હાઈડ્રોજન બોમ્બ પરીક્ષણની નિંદા કરી હતી. નોર્થ કોરિયાના ટોપ ટ્રેન્ડ પાર્ટનરોમાં ચાઈના સૌથી પ્રથમ છે. ચીનનો ૮૪ ટકા, ભારતનો ૩.૩ ટકા અને પાકિસ્તાનનો ૧.પ ટકા બુર્કિના ફાલોની ૧.ર ટકા ભાગ છે. આ ઉપરાંત તેના ઘણા પાર્ટનરો છે જેનો કુલ ૧૦.૮ ટકા છે.
Facebook
0
Twitter
0