ભારતીય રૂપિયો ઓલટાઈમ નીચલી સપાટીએ, ડોલર સામે ૪૯ પૈસા પટકાતાં ૭૦.પ૯ સુધી ગગડ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
ભારતીય રૂપિયો ડોલરના મુકાબલે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. બુધવારે ડોલરના મુકાબલે રૂપિયો પહેલીવાર ૭૦.૫૯ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. કારોબાર દરમિયાન રૂપિયો ૪૯ પૈસા તૂટીને રેકોર્ડ નીચલા સ્તરે બંધ રહ્યો હતો. જોકે, એક સમયે તે ઇન્ટ્રા ડે દરમિયાન ૭૦.૬૪ની નીચલી સપાટી પર પહોંચી ગયો હતો. આ રૂપિયાનું અત્યારસુધીનું સૌથી નીચલું સ્તર છે. આ પહેલા ૧૬મી ઓગસ્ટે ડોલરના મુકાબલે રૂપિયો એક સમયે ૭૦.૪૦ સુધી નીચે પટકાયો હતો જે તેનું સૌથી નીચલું સ્તર હતું.
આ પહેલા બુધવારે રૂપિયાની શરૂઆત મોટા ઘટાડા સાથે થઇ હતી. ડોલરના મુકાબલેરૂપિયો ૨૨ પૈસા તૂટીને ૭૦.૩૨ પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. બીજી તરફ ડોલરના મુકાબલે રૂપિયામાં સામાન્ય રિકવરી જોવા મળી હતી. રૂપિયામાં આ ઘટાડો કાચાતેલના ભાવો વધવાથી મુખ્ય રીતે તેલ રિફાઇનરી કંપનીઓ દ્વારા ડોલરની માગ વધી છે. આ પહેલા ગઇકાલના કારોબારમાં રૂપિયો છ પૈસાના વધારા સાથે ૭૦.૧૦ પ્રતિ ડોલરે બંધ રહ્યો હતો. બાદમાં તે વધુ તૂટીને ૭૦.૫૯ના નીચલા સ્તરે આવી ગયો છે. કારોબારીઓએ કહ્યું છે કે, બજારોમાં અન્ય મુદ્રાઓની તુલનામાં ડોલરની મજબૂતીથી રૂપિયાને મોટી અસર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું હતું કે ભારતીય મુદ્રાને પોતાનું પ્રાકૃતિક સ્તર શોધવાની છૂટ આપવી જોઇએ અને મજબૂત રૂપિયાને સારો માનવાનો લોકોમાં વિશ્વાસનો એક ભ્રમ છે. બીજી તરફ આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ પહેલા કહ્યું હતું કે, રૂપિયાના વિનિમય દરમાં ઘટાડાથી અત્યારે કોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી નથી થઇ પણ સરકારે વધતા ચાલુ ખાતાના ઘટાડા પર ધ્યાન રાખવું જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks