ભારતીય ફાસ્ટ બોલરોએ ૧૦૦ વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કર્યો

સાઉથૈમ્પટન,તા.૩૧
ચોથી ટેસ્ટના પહેલા દિવસે ભારતીય બોલરોએ લંચ સુધી ઇંગ્લેન્ડની અડધી ટીમને પવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો. દિવસનો અંત થતાં અંગ્રેજી ઇનિંન્ગસ ખતમ થઇ ગઇ. ભારતીય પેસ બેટરીની શાનદાર લાઇન લેન્થના ઇંગ્લિશ બેટ્‌સમેન પાસે કોઇ જવાબ નહતો. ભારતીય ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડમાં એટલી જોરદાર બોલિંગ કરી રહ્યા છે કે ગત ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો.
રૂટ, કુક, બેયરસ્ટો, બટલર જેવા બેટ્‌સમેન ક્રિઝ પર ટકી શક્યા નહીં. ભારતીય બોલરોએ એવુ પરાક્રમન કરીને દેખાડ્યું જે ઇંગ્લેન્ડની જમીન પર છેલ્લા ૧૦૦ વર્ષમાં કોઇ ટીમ કરી શકી નથી. ફાસ્ટ બોલરોએ ઇંગ્લેન્ડની વિરુદ્ધ હાલની ટેસ્ટ સીરિઝમાં ૪૩ વિકેટ પાડી છે. સીરિઝમાં ભારતીય ફાસ્ટ બોલરોનો સ્ટ્રાઇક રેટ ૪૩ છે. આ પહેલા વર્ષ ૧૯૯૭માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ ઇંગ્લેન્ડમાં ૪૫.૦ની સ્ટ્રાઇક રેટથી વિકેટ પાડી હતી. હાલની સીરિઝમાં મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પોતાની બોલિંગથી જોરદાર ઇતિહાસ રચી દીધો છે.
બીજી બાજુ ઇંગ્લેન્ડના ટોપ ૪ બેટિંગના સરેરાશ કુલ ૧૭.૭૦ છે. છેલ્લા ૮૦ વર્ષમાં આ ઇંગ્લેન્ડના ટોપ ૪ બેટ્‌સમેનનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts