National

રેલવેમાં ખાન-પાન મોંઘા થયા : ૧૦ રૂા.ની ચાના ૨૦ ચૂકવવા પડશે

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૫
ભારતીય રેલવેના પર્યટન અને ખાન-પાન વિભાગે ટ્રેનોમાં પીરસાતા ચા નાસ્તાની કિંમત વધારવાનો નિર્ણય કરતાં રાજધાની, શતાબ્દી અને દૂરંતો ટ્રેનના મુસાફરોએ હવે વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.
આ ટ્રેનો એવી છે જેમાં ટિકિટ લેતી વખતે જ ચા નાસ્તો અને ભોજનના પૈસા વસૂલ કરી લેવામાં આવે છે. બીજી ટ્રેનોમાં પણ ચા નાસ્તો મોંઘો થશે. જેમ કે અત્યારે ચાના એક કપના દસ રૂપિયા વસૂલ કરાય છે. પરંતુ હવે પછી ચાના એક કપના વીસ રૂપિયા ચૂકવવા પડશે. અન્ય ટ્રેનોના સેકંડ ક્લાસ સ્લીપરના ઉતારુઓએ ચાના કપના પંદર રૂપિયા ચૂકવવા પડશે. દૂરંતોમાં અગાઉ જે ચા નાસ્તો ૮૦ રૂપિયામાં અપાતો હતો એના હવે ઉતારુઓએ ૧૨૦ રૂપિયા ચૂકવવા પડશે.
અલબત્ત ભાવ વધારા સાથે ચા નાસ્તાની ગુણવત્તામાં કોઇ ફેરફાર થશે કે કેમ એની સ્પષ્ટતા કરાઇ નથી. હાલ રાજધાની એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એસીમાં ૧૪૫ રૂપિયે ભોજન અપાય છે. નવા દર અમલમાં આવતાં આ થાળીના ૨૪૫ રૂપિયા થઇ જશે.
નવા મેનુ અને નવા ચાર્જિસની વિગતો પંદર દિવસમાં ટિકિટીંગ વ્યવસ્થામાં અપડેટ કરી દેવામાં આવશે અને ૧૨૦ દિવસ બાદ એટલે કે ૨૦૨૦માં એનો અમલ શરૂ થઇ જશે. આ ભાવવધારો પ્રીમિયમ ટ્રેનો ઉપરાંત સામાન્ય ટ્રેનો અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ઉતારુઓને પણ સરખો લાગુ પડશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.