ભારતીય રેલવે દ્વારા દૂષિત પાણી સપ્લાય કરવામાં આવે છે

(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૯
ભારતીય રેલવે દ્વારા દેશના રેલવે સ્ટેશનો પર, ટ્રેનોમાં અને રેલવે કોલોનીઓમાં દૂષિત પાણી સપ્લાઈ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ એક સોગંદનામામાં આ અંગે ખુદ રેલવે તંત્ર દ્વારા કબૂલાત કરવામાં આવી હતી. સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (સીપીઆઈએલ) દ્વારા દાખલ કરવામા આવેલી એક અરજી અંગે જવાબ આપતા આ એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી.
નેશનલ વોટર ક્વોલિટી પ્રોટોકોલ-ર૦૧ર દ્વારા જારી ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે, જો પાણીમાં ટોટલ કોલિફોર્મ બેક્ટેરિયા (ટીસીબી)નું પ્રમાણ દસ ટકાથી વધુ હોય તો પાણીનો વધુ ‘એડવાન્સ ટેસ્ટ’ કરવો અનિવાર્ય છે. ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલા આંતરિક ટેસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં પાણીની ગુણવત્તામાં મોટો સુધારો જોવા મળ્યો ન હતો. ઉત્તર રેલવેના ફિરોઝપુર વિભાગના ટેસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ર૦૧ર-૧૩માં પાણીમાં ટીસીબીનું પ્રમાણ ર૦ ટકા હતું. એપ્રિલ ર૦૧૭થી ફેબ્રુઆરી ર૦૧૮ સુધીમાં પાણીમાં ટીસીબીનું પ્રમાણ ૧૯ ટકા હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks