International

ઇન્ડોનેશિયા ફરી ભૂકંપના બે આંચકાથી ધ્રૂજી ઊઠ્યું, સુંબા ટાપુમાં ૫.૯ની તીવ્રતાના આંચકા

(એજન્સી) જાકાર્તા, તા. ૨
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર શુક્રવારે મોડી સાંજે ત્રાટકેલા ભૂકંપ અને ત્યાર પછી સુનામીએ ૧૩૦૦થી વધુ લોકોનો ભોગ લીધા બાદ મંગળવારે ઇન્ડોનેશિયાના સુંબા ટાપુમાં ફરી એક વાર ભૂકંપના પ્રચંડ બે આંચકા અનુભવાયા હતા. બંને આંચકા વચ્ચે ૧૫ મિનિટનું અંતર હતું. મંગળવારે અનુભવાયેલા ભૂકંપના પ્રચંડ આંચકાની તીવ્રતા ૫.૯ માપવામાં આવી છે. જ્યારે બીજો આંચકો ૬.૦ની તીવ્રતાનો હતો. જો કે, આજના ભૂકંપના પ્રચંડ આંચકાઓથી કોઇ જાન-માલની ખુવારી સર્જાઇ હોવાના અહેવાલો અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી. અમેરિકી ભૂકંપ એજન્સી યુએસજીએસ મુજબ ભારતીય સમય અનુસાર સવારે ૫-૩૦ વાગે ઇન્ડોનેશિયાના દક્ષિણ કાંઠે આવેલા સુંબા ટાપુમાં ત્રાટકેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. આ ટાપુની વસ્તી આશરે ૭.૫ લાખ છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ડોનેશિયામાં ભૂકંપથી ૨૪ લાખથી વધુ લોકોને અસર થઇ હોવાનું અનુમાન છે. પ્રચંડ ભૂકંપથી અસરગ્રસ્ત આશરે બે લાખ લોકોને તાકીદની સહાયની જરૂર છે. માત્ર પાલુ શહેરમાં જ આશરે ૫૦ હજાર લોકો વિસ્થાપિત બન્યા છે.
નોંધનીય છે કે સુલાવેસી ટાપુ અહીંથી ૪૦ કિલોમીટર દૂર આવેલું છે. ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ હજીપણ રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. જો કે, દવાઓની ઉણપને કારણે ઇન્ડોનેશિયાએ વિશ્વ પાસ મદદની માંગ કરી છે. દરમિયાન, કુદરતી આપત્તિ બાદ મૃતદેહો ખરાબ થઇ રહ્યા હોવાને કારણે રોગચાળો ફાટી નીકળતા અટકાવવા માટે અધિકારીઓ ભારે સંઘર્ષ કરી રહ્યા છે. આ સાથે જ અહીં ૧૪ દિવસની ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ઇન્ડોનેશિયામાં તબાહી : દફનાવવા માટે ૧૦૦૦ કબર ખોદવામાં આવી

(એજન્સી) જાકાર્તા, તા.૨
ઇન્ડોનેશિયાના સુલાવેસી અને પાલુ શહેરમાં ૭.૫ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ અને ત્યાર પછી સુનામી ત્રાટકવાથી ભારે તારાજી સર્જાઇ છે. આ બંને શહેરોમાં ઘણી ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ હોવાથી હજી પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. ભૂકંપમાં સેંકડો લોકો ઘવાયા છે અને આશરે ૨૦ હજાર લોકો ઘરવિહોણા થઇ ગયા છે. પાલુમાં ભારે ઉપકરણો અને બચાવ કામગીરી કરનારા કર્મચારીઓની અછતને કારણે બચાવ કામગીરીની સ્પીડ ધીમી પડી ગઇ છે. ન્યૂઝ એજન્સી ‘એફે’ના અહેવાલ મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (પીએનપીબી)ના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહોએ જણાવ્યું કે મૃતદેહોની સામૂહિક દફનવિધિ પાલુના બહારના વિસ્તારમાં થશે. પાલુના પહાડી વિસ્તાર પોબોયામાં વોલન્ટિયર્સે મૃતકોને દફનાવવા માટે ૧૦૦ મીટર લાંબી કબર ખોદી છે. તેમને ૧૩૦૦ મૃતદેહ દફનાવવા માટે તૈયારીઓ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મૃતકોને દફનાવવા માટે એક હજાર કબર ખોદવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

  (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
  Read more
  International

  પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

  (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
  Read more
  International

  ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

  ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.