ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ

(એજન્સી) સુમાત્રા, તા.૧૩
ઈન્ડોનેશિયા પાસે આવેલ સુમાત્રા ટાપુમાં રવિવારે સવારે ૬.૪ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા આવ્યા હતા. જો કે, હજુ સુધી જાનમાલના નુકસાનની માહિતી મળેલ નથી. આ ભૂકંપ બેંગકુલુથી ૭૪ કિ.મી. દૂર પશ્ચિમ વિસ્તારમાં જમીનના ૩પ કિ.મી. ઊંડાણમાં આવ્યો હતો. સિંગાપુરમાં પણ એના આંચકા અનુભવાયા હતા. જે એપી સેન્ટરથી ૬૦૦ કિ.મી. દૂર છે. સુનામીની ચેતવણી અપાઈ નથી. રાષ્ટ્રીય આપાત નિવારણ એજન્સીના પ્રવકતાએ જણાવ્યું કે ભૂકંપના આંચકા ૧૦ સેકન્ડ સુધી અનુભવાયા હતા. ઘણા વિસ્તારોમાં વીજળી બંધ કરાઈ હતી પણ કોઈ ઈમારતને નુકસાન થયું હોવાની માહિતી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks