કુંવરજીના જવાથી કોંગ્રેસને ફાયદો થશે હું જાહેર જીવનમાં પુનઃ સક્રિય થઈશ

અમદાવાદ, તા.૯
કોંગ્રેસથી નારાજ થઈ મૌખિક રાજીનામું આપ્યા બાદ વિદેશયાત્રાએ ઉપડી ગયેલા રાજકોટના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ વિદેશયાત્રાએથી પરત ફર્યા બાદ કુંવરજી બાવળિયા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયાના જવાથી કોંગ્રેસને ફાયદો થશે તેઓ કોંગ્રેસ પક્ષનો ઉપયોગ કરી તાકાતવર બન્યા હતા. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશનની ચૂંટણી સમયે કેટલાક લોકોને ટિકિટ ફાળવવાના બદલામાં કુંવરજી બાવળિયાએ નાણાં લીધા હતા.
રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિદેશથી પરત ફર્યા બાદ ટેકેદારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જાહેર જીવનમાં પુનઃ સક્રિય થવાની વાત કરી હતી. તેમણે કુંવરજી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કુંવરજી સાથે મને અંગત કોઈ વાંધો કે દુશ્મનાવટ નથી પરંતુ દુઃખની બાબત એ છે કે કોંગ્રેસ પાસે ભવિષ્યમાં બાવળિયા ઊભા ન થાય તે માટેની કોઈ પદ્ધતિ નથી. આથી કોંગ્રેસની કાર્યવાહીમાં ધડમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વધુમાં જણાવ્યું હતું કે, મેં મારા રાજીનામા અંગે પ્રદેશ કોંગ્રેસના કોઈ નેતા સાથે વાતચીત કરી ન હતી. હું મારો પરિવાર અને ધંધો છોડીને લોકસેવા માટે કોંગ્રેસમાં જોડાયો હતો. પરંતુ મારો મોટાભાગનો સમય આંતરિક ખટખટમાં જ પસાર થતો હોવાથી નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું હતું. જો કે હું આગામી લોકસભાની ચૂંટણી લડવા માગતો નથી. ચૂંટણી લડ્યા વગર પણ લોકોના કામ થઈ શકે છે. હાલ લોકસેવા કરવાનો સમય છે. ટેકેદારો અને લોકોની લાગણીને માન આપી રાજકારણમાં સક્રિય કર્યો હતો. જરૂર થઈશ એવો પણ તેમણે ઈશારો કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks