ઇન્ફોસિસના CEO પદેથી વિશાલ સિક્કાનું રાજીનામું

નવી દિલ્હી,તા. ૧૮
પ્રમોટરોની સાથે સતત ચાલી રહેલા વિવાદના કારણે વિશાલ સિક્કાએ ઇન્ફોસીસના એમડી અને સીઇઓના હોદ્દા પરથી આખરે રાજીનામુ આપી દીધુ છે. તેમની જગ્યાએ યુબી પ્રવીણ રાવન કંપનીના વચગાળાના એમડી બનાવવામાં આવ્યા છે. વિશાલ સિક્કાનુ રાજીનામુ તરત અસર સાથે સ્વીકારી લેવામાં આવતા પ્રમોટરમાં અને કોર્પોરેટ જગતમાં આજે સવારે ચર્ચા જોવા મળી હતી. હકીકતમાં કંપનીમાં કામકાજની સંસ્કૃતિમાં ફેરફાર, પગાર વધારા, નોકરી છોડનાર કર્મચારીઓની વધતી સંખ્યાને લઇને સતત પ્રશ્નો ઉઠી રહ્યા હતા. ખાસ કરીને કંપનીના સહ સ્થાપક નારાયણ મુર્તિએ આ મુદ્દાને ઉઠાવ્યા હતા. કંપનીના પૂર્વ સીઇઓ રાજીવ બંસલને મળેલા સેવરેન્સ પેને લઇને પણ જોરદાર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. બીજા બાજુ વિશાલ સિક્કાએ રાજીનામા સાથે સંબંધિત પત્રમાં સતત સારા કામની સતત અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કામમાં સતત અડચણો ઉભી કરવામાં આવી રહી હતી. વિશાલ સિક્કાએ બોર્ડને લખવામાં આવેલા પોતાના રાજીનામાના પત્રમાં પોતાની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે કંપનીમાં પોતાની પોસ્ટને છોડવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. સિક્કાએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, ત્રણ વર્ષમાં શાનદાર ઉપલબ્ધી હાસલ કરવામાં આવી હોવા છતાં તેમની કામગીરીમાં સતત અડચણો ઉભી કરવામાં આવી રહી હતી. ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સને પણ સિક્કાએ સંબોધન કર્યું હતું. વિશાલ સિક્કા નારાયણ મૂર્તિ પર ખુબ લાલઘૂમ થયા હતા. મૂર્તિએ પોતાના સલાહકારોને ઇમેઇલ મોકલીને કહ્યું હતુ ંકે, ઇન્ફોસીસને ઓછામાં ઓછા ત્રણ સ્વતંત્ર મૂડીરોકાણકારોએ તેમને સિક્કા ચીફ એક્ઝિક્યુટીવથી વધારે ચીફ ટેકનોલોજી ઓફિસરની કુશળતા ધરાવે છે તેવી વાત કરી હતી. મૂર્તિનો આ ઇમેઇલ કેટલાક મિડિયા હાઉસન પણ હાથ લાગ્યો હતો. રાજીનામુ આપી દેવામાં આવ્યા બાદ આજે ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સમાં સિક્કાએ કહ્યું હતું કે, સતત આક્ષેપોના ઢોલ નગારા વાગતા રહ્યા હતા જે હમેશા ખતરનાક હોય છે. જ્યારે સવારે ઉઠતા હતા ત્યારે નવી નવી વાર્તાઓ આવતી હતી. આ બાબત સતત કમનસીબ બની રહી હતી. વ્યાપક વિચારણા કર્યા બાદ જ એમડી અને સીઈઓના હોદ્દાથી રાજીનામુ આપ્યું છે. ત્રણ વર્ષમાં સતત ઇનોવેશનના બીયા લગાવવામાં આવ્યા હતા. સખત મહેનત કરવામાં આવી રહી હતી. ૨૦૧૪માં અનેક પડકારો હતા. છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર વાતાવરણ બદલી નાંખ્યું છે. આ કંપની અને ઇન્ડસ્ટ્રી માટે મોટાફેરફાર અને તકને લઇને તેઓ ઉત્સાહિત હતા અને રહેશે પરંતુ કંપનીને હોબાળો અને અડચણોને દૂર કરવાની જરૂર છે. ચોક્કસપણે મુશ્કેલરુપ સમય હતો.

સિક્કાની જગ્યાએ પ્રવીણને વચગાળાના સીઈઓ બનાવાયા

નવીદિલ્હી, તા.૧૮
વિશાલ સિક્કાના એમડી અને સીઈઓના હોદ્દાથી રાજીનામા બાદ યુપી પ્રવિણ રાવને કામચલાઉ વચગાળાની જવાબદારી સોંપવામાં આવી છે. વચગાળાના એમડી અને સીઈઓ તરીકે તેમની નિમણૂંક કરાઈ છે. આની સાથે જ ઉત્તરાધિકારી પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. સરળરીતે પરિવર્તનની ખાતરી કરવા માટે આગામી કેટલાક મહિના સુધી તેઓ બોર્ડ અને મેનેજમેન્ટ ટીમ સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત જ્યાં સુધી નવા મેનેજમેન્ટનો તખ્તો તૈયાર ન થાય તે માટે તેઓ કામ કરશે. બોર્ડના કારોબારી વાઇસ ચેરમેન તરીકે તેઓ કામ કરતા રહેશે.

નારાયણ મૂર્તિના કાયમી પદ વિશે વિચારવું બોર્ડ માટે હવે મુશ્કેલ : ઇન્ફોસિસ
શુક્રવારે સોફ્ટવેર જાયન્ટ કંપની ઇન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ પદેથી વિશાલ સિક્કાએ રાજીનામું આપી દેતા કોર્પોરેટ જગતમાં હાહાકાર મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપની બોર્ડ અને તેના ફાઉન્ડરો સાથે વધી રહેલા મતભેદ વચ્ચે તેમણે રાજીનામું આપ્યું હતું. વિશાલ સિક્કાએ જણાવ્યું હતું કે, તેમની પર અંગત હુમલા કરવામાં આવી રહ્યા હતા જેના કારણે કંપનની પ્રતિષ્ઠા ખરડાતા ઇન્ડસ્ટ્રીમાં ધરખમ ફેરફાર થયા હતા. બીજી તરફ ઇન્ફોસિસે પણ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વિશાલ સિક્કાએ જણાવ્યંુ હતું કે, ઇન્ફોસિસ બોર્ડ મને કાયમી રીતે કાઢી મુકે તેવા વિચારથી સહમત ન થાવ તેમણે અસાધારણ કામ કર્યું છે. ઇન્ફોસિસના કો-ચેરમેન રવિ વેંકટેશને પત્રકાર પરિષદમાં જણાવ્યંુ હતું કે, વચગાળાના સીઈઓ તરીકે વિશાલ સિક્કાની જવાબદારી સ્વીકારનારા યુબી પ્રવિણ રાવ સિક્કાને જ રિપોર્ટ કરશે. ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી વિશાલ સિક્કાનો કાયમી વિકલ્પ શોધી લેવામાં આવશે. ત્યાં સુધી વિશાલ સિક્કા અમારા રણનીતિના પાસા, ટેકનિકલ બાબતો, ક્લાયન્ટ્‌સ સાથે સંબંધો વગેરે પર કામ કરતા રહેશે. હવે કંપનીની જવાબદારી કોને સોંપાશે તેવા સવાલના જવાબમાં ઇન્ફોસિસના કો-ચેરમેન રવિ વેંકટેશને જણાવ્યું હતું કે, જે પણ ઇન્ફોસિસનો નવો ચેરમેન હશે તેણે હાલની રણનીતિ અને સિદ્ધાંતો અપનાવવા પડશે. હવે અમે પાછળ નહીં જોઇશું. નવો સીઇઓ એ જ હશે જે કંપનીનો માહોલ સમજી શકે, કર્મચારીઓ સાથે મૈત્રી રાખે અને ક્લાયન્ટ્‌સ પ્રત્યે ગંભીર હોય. શેર બાયબેક પ્લાન પર મીડિયાના સવાલના જવાબ આપતા ઇન્ફોસિસના ચેરમેન આર શેષાસયીએ જણાવ્યંુ હતું કે, સિક્કાના રાજીનામાથી શેર બાયબેક પ્લાન પર કોઇ અસર નહીં થાય. રાજીનાથી શેર બાયબેક પ્લાન નહીં ટળે. અમારે રોકાણકારોના નાણા પરત કરવાના છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks