અક્ષયકુમારની પત્ની ટિં્‌વકલ ખન્નાનો ભારતમાં સ્વતંત્રતા જોખમમાં હોવાનો દાવો

(એજન્સી) મુંબઈ, તા.૩૦
અભિનેતા અક્ષયકુમારના વિવેચકોએ ભલે તેમના પર કેન્દ્રની મોદી સરકારની તરફેણ કરવાનો આરોપ મૂક્યો પરંતુ તેમની પત્ની ટિં્‌વકલ ખન્નાએ પોતાની એક ટિ્‌વટમાં કહ્યું છે કે, ભારતમાં સ્વતંત્રતા જોખમમાં છે. ટિં્‌વકલ ખન્નાએ ઘણીવાર રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાનું વલણ રજૂ કર્યું છે, જે ચર્ચાનો વિષય પણ બની જાય છે. તાજેતરમાં જ તેમની એક ટ્‌વીટ ચર્ચામાં છે. ટિં્‌વકલ ખન્નાએ ટ્‌વીટર પર કહ્યું છે કે સ્વતંત્રતા એક વખતમાં પૂરી નથી થતી. તે ભાગોમાં પૂરી થાય છે….એક વખતમાં એક કર્મશીલ, એક વકીલ, એક લેખક અને આખરે આપણામાંના દરેક.
જેવી જ તેણીએ ટ્‌વીટ કરી કે રાઈટ વિંગ બ્રિગેડના સમર્થકો દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી. એક સમર્થકે લખ્યું છે કે તે સંપૂર્ણપણે ગાંડી થઈ ગઈ છે. જ્યારે અન્યએ લખ્યું છે કે કોઈપણ ટ્‌વીટ કરતાં પહેલાં અક્ષય સર સાથે પરામર્શ કરો. તમે તેમના સારા કાર્યો પર પાણી ફેરવી રહ્યા છો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks