ટ્રાન્સપોર્ટસની વાત સાંભળવાનો નીતિન ગડટ્રાન્સપોર્ટસની વાત સાંભળવાનો નીતિન ગડકરીએ ઈન્કાર કરી દીધોકરીએ ઈન્કાર કરી દીધો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૦
કેન્દ્ર સરકાર ભાજપ સરકાર સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તને પગલે વાહનવ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ ટ્રાન્સપોર્ટસની વાત સાંભળવાનો ઇન્કાર કરી દેતાં અચોક્કસ મુદ્દતની હડતાલ ટાળવા માટેના છેલલી ઘડીને પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે. આ સાથે જ મધરાતથી દેશભરના ટ્રક ટ્રાન્સપોર્ટસ તેમની માંગણીઓના સમર્થનમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટ્રાન્સપોર્ટસ પણ આજની હડતાળમાં જોડાઇ ગયા છે.
સુરત ટ્રાન્સપોર્ટ એસો.ના અગ્રણીના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી ટ્રાન્સપોર્ટરો પરેશાન થઇ રહ્યાં છે. ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. માટે દર ત્રણ મહિને તેના ભાવનો રીવ્યુ થવો જોિએ, ઇંધણ પર સરકાર દ્વારા લેવાતી એક્સાઇઝ ઓછી કરવી જોઇએ. દેશભરમાં ટોલ ફી ભ્રમણ થાય તેવી વ્યવસ્થા અને ઇવે બીલના મુદ્દે અધિકારીઓની પરેશાની દુર થાય તો ટ્રાન્સપોર્ટરો ધંધો કરી શકે તેમ છે. આ તમામ માંગણીઓ સાથે આજથી ટ્રાન્સપોર્ટર હડતાળ ઉપર ઉતરી જશે. આજે સવાર શહેરમાં ટેક્સટાઇલ વિસ્તારમાં કાર્યરત ૪પ૦ તથા પલસાણા, કડોદરા, હજીરા પટ્ટી ઉપરાંત વાપી, વલસાડ જીઆઇડીસી મળીને કુલ ૪૦૦૦ થી વધુ ટ્રક ટેમ્પોના પૈંડા થંભી ગયા હતા. હાલ મંદી સમાન સ્થિતિના કારણે ટેક્સટાઇલ સહિતના ગુડ્‌સની ઓછી અવર જવરના કારણે મોટુ નુકશાન થશે નહીં. જોકે સીઝન નહી હોવા છતાં રોજનું ૭૦ થી ૮૦ કરોડનું ટેક્સટાઇલ ગુડ્‌સ શહેરની બહાર ડિલીવર થઇ રહ્યું હોવાનું જાણવા મળે છે. છતાં ટ્રક ટ્રાન્સપોર્ટર્સ એસો.ને તેમને આ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવા માટે દબાણ કયુર્ં નથી. આ હડતાલમાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય લેવાનું તેમના પર છોડી દેવામાં આવ્યું છે. તેથી શાકભાજી અને દુધની હેરફેર કરનારાઓ આ હડતાલમાં જોડાશે કે નહીં તે અંગે કોઇ જ નિશ્રિતતા જોવા મળતી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks