શિક્ષિકાને બદનામ કરવા વિદ્યાર્થીએ ઈન્સ્ટ્રાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ

અમદાવાદ,તા.૪
શહેરના પૂર્વ વિસ્તારમાં શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને શર્મસાર કરે એવી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીએ સ્કૂલના શિક્ષિકાને પરેશાન કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. શિક્ષિકાના ફોટા અને બિભસ્ત મેસેજ પોસ્ટ કર્યા હતા શિક્ષિકાને જાણ કરતા હતા શિક્ષિકાને જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થીને પકડી લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે વિદ્યાર્થીઓ માટે શિક્ષકો ગુરૂ છે જેટલો માતા પિતાનો આદર કરીએ છીએ તેટલું જ શિક્ષકોનો પણ આદર કરવો જોઈએ. પણ અહિયા કંઈક જુદો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ૧૬ વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલના શિક્ષિકાને બદનામ કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને આ એકાઉન્ટમાં શિક્ષિકાના ફોટા તેમજ બિભસ્ત મેસેજ પોસ્ટ કર્યા હતા. આ સમગ્ર વાતની શિક્ષિકાને જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીને સાયબર ક્રાઈમે ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. બાળકોને નાની ઉંમરે સ્માર્ટ ફોન અપાવનાર માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે. મિત્ર સાથે મજાકમાં ફેક એકાઉન્ટ બનાવીને સગીર ગુનેગાર બની ગયો.એક શિક્ષિકા પોતાના વિદ્યાર્થીની મજાકનો ભોગ બની ગઈ માતા-પિતાને જાણ હોવી જોઈએ કે તેમનો બાળક સ્માર્ટ ફોનનો કઈ રીતે ઉપયોગ કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks