Sports

IPLમાં ટિકિટો મળતી નથી જ્યારે પાકિસ્તાન સુપરલીગને દર્શકોના ફાંફા

દુબઈ, તા.ર૮
આઈપીએલની જેમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શરૂ કરેલી પાકિસ્તાન સુપર લીગ ટ્‌વેન્ટી-ર૦ ટુર્નામેન્ટ દર્શકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. પીએસએલની ત્રીજી સિઝન હાલ સંયુક્ત આરબ અમિરાતમાં રમાઈ રહી છે પણ સ્ટેડિયમની ખાલી ખુરશીઓ આયોજકોની ચિંતા વધારી રહી છે. બીજી બાજુ ભારતમાં રમાતી આઈપીએલમાં સ્થિતિ આનાથી બિલકુલ અલગ હોય છે. ટિકિટો માટે પડાપડી થાય છે અને ક્રિકેટ પ્રેમીઓને ટિકિટ ન મળવાથી નિરાશ થઈને પાછા ફરવું પડે છે. દુબઈમાં રમાઈ રહેલી પીએસએલ દર્શક અત્યારસુધી મેદાનથી દૂર જ રહ્યા છે. મોટાભાગની મેચો દરમિયાન સ્ટેડિયમમાં ગણતરીના દર્શકો જ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર દર્શકો માટે તરસી રહેલી પાકિસ્તાન સુપરલીગને લઈ ક્રિકેટપ્રેમીઓ મઝાક કરી રહ્યા છે. એક ભારતીય પ્રશાસકે ટ્‌વીટ કર્યું છે કે આનાથી વધારે લોકો તો મુંબઈ ઈન્ડિયન્સના કોચ બનેલા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

    પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
    Read more
    Sports

    કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
    Read more
    Sports

    ટી-૨૦ વિશ્વકપમાં મોહસીન ખાન અને મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ શકે

    IPLમાં ધૂમ મચાવી રહ્યા છે પાંચ ભારતીય…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.