બીજા ક્રમે શ્રેયસ ઐય્યર રૂા.૨૬.૭૫ કરોડ, બટલર રૂા.૧૫.૭૫ કરોડ, અર્શદિપસહિં રૂા.૧૮ કરોડ, કે.એલ. રાહુલ રૂા.૧૪ કરોડ, ચહલ રૂા.૧૮ કરોડ, મોહંમદ શમી રૂા.૧૦ કરોડ અને મોહંમદ સિરાજ રૂા.૧૨.૨૫ કરોડમાં વેચાયા
જેદ્દાહ, તા.૨૪
વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટ મેળાવડા ગણાતા આઈપીએલ માટેની જેદ્દાહ ખાતે યોજાયેલી હરાજીમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓ પર રીતસર ધનનો વરસાદ થયો છે. સૌથી મોંઘો ખેલાડી આજે ભારતીય ટીમનો વિકેટકિપર ઋષભ પંત બન્યો જેને લખનૌ સુપર જાયન્ટ ટીમે રૂા.૨૭ કરોડમાં વેચાતો લીધો હતો. આ રીતે આજની હરાજીમાં અને અત્યારસુધીના રેકોર્ડ મુજબ પંત આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. એ પછીના ક્રમે શ્રેયસ અય્યરને રૂા.૨૬.૭૫ કરોડમાં પંજાબની ટીમે સમાવી લીધો છે. જ્યારે જોશ બટલરને રૂા.૧૫.૭૫ કરોડમાં ગુજરાત ટાઈટન્સ ટીમે ખરીદી લીધો છે. એ જ રીતે અન્ય ખેલાડીઓમાં અર્શદિપસિંહ રૂા.૧૮ કરોડ (પંજાબ), પછી રબાડા ૧૦.૭૫ કરોડ (જી.ટી.), મિચેલસ્ટાર્ક રૂા.૧૧.૭૫ કરોડ (દિલ્હી કેપિટલ), કે.એલ. રાહુલ રૂા.૧૪ કરોડ (દિલ્હી), યુઝવેન્દ્ર ચહલ રૂા.૧૮ કરોડ (પંજાબ), લિવિંગ સ્ટોન રૂા.૮.૭૫ કરોડ (આરસીબી), ડેવિડ મિલર રૂા.૭.૫૦ કરોડ (લખનૌ), મોહંમદ શમી રૂા.૧૦ કરોડ (સનરાઈઝર્સ હૈદરાબાદ), મોહંમદ સિરાજ રૂા.૧૨.૨૫ કરોડ (જી.ટી.) આજે વેચાયા હતા. કે.કે.આર. અને આર.સી.બી.એ અનુક્રમે રૂા.૧૨ કરોડ અને રૂા.૧૦ કરોડ ખર્ચીને હરાજીમાંથી બાકાત થયા હતા. બે દિવસ ચાલનારી હરાજીમાં સૌથી વધુ ભંડોળ અત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રૂા.૫૫ કરોડ જેટલું છે. વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો હેરી બ્રુક રૂા.૨ કરોડ, કોનવે રૂા.૨ કરોડ, જેક ફ્રેઝર રૂા.૨ કરોડ અને માર્કરામ રૂા.૨ કરોડની બેઝ પ્રાઈઝ સાથે હવે હરાજીમાં મેદાનમાં ઉતરશે.