IPL 2020 : SRH vs RR: તેવટિયા-પરાગે મેચ જીતાડી, છેલ્લી 5 ઓવરમાં 69 રન બનાવ્યા; સતત 4 મેચ હાર્યા પછી રાજસ્થાન રોયલ્સ જીત્યું

ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 26મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. હૈદરાબાદે મેચ જીતવા આપેલા 159 રનના લક્ષ્‍યાંકને રાજસ્થાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી રાશિદ ખાન અને ખલીલ અહમદને 2-2 સફળતા મળી હતી.

159 રનના લક્ષ્‍યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. 26 રન સુધીમાં બેન સ્ટોક્સ (5 રન), સ્ટીવ સ્મિથ (5 રન) અને જોસ બટલર (16 રન)ની કિંમતી વિકેટ ગુમાવી દીધી હતી. 64 રનના સ્કોર પર ઉથપ્પા (18 રન) અને 78 રનના સ્કોરે સંજુ સેમસન (26 રન) આઉટ થઈ જતાં રાજસ્થાન હારી જશે તેમ લાગતું હતું. પરંતુ અહીંથી રિયાન પરાગે 26 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 42 રન તથા રાહુલ તેવટિયાએ 28 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 45 રન બનાવી રાજસ્થાનને જીત અપાવી હતી.

બંનેએ રન ચેઝ કરતી વખતે છઠ્ઠી વિકેટ માટે આઈપીએલમાં અત્યાર સુધીની બીજી સૌથી મોટી પાર્ટનરશિપ કરી હતી. પરાગ અને તેવટિયાએ આજની મેચમાં 85 રનની અણનમ પાર્ટનરશિર કરી હતી. રન ચેઝમાં છઠ્ઠી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રકોર્ડ પોલાર્ડ અને રાયડૂના નામે છે. બંનેએ 2012માં આરસીબી સામે અણનમ 122 રનની ભાગીદારી કરી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચક, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટને 1-1 સફળતા મળી હતી. હૈદરાબાદ તરફથી ડેવિ વોર્નરે 38 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 48 રન, બેયરસ્ટોએ 19 બોલમાં 16 રન, મનીષ પાંડેએ 44 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન 12 બોલમાં 22 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks