શ્રીનગર,તા.૯
અલગાવવાદીયોએ આતંકવાદી બુરહાન વાનીની મોતની બીજી વરસી ઉજવી હતી. આ સમયે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને હાલમાં જ તેમનાં સંગઠનમાં જોડાયેલા ૩૨ નવાં આતંકવાદીઓની તસવીર જાહેર કરી હતી. જેમાં એક કાશ્મીરનાં રહેનારા ૈંઁજી ઓફિસરનો ભાઇ પણ છે. આ આતંકવાદી મેડિકલનો સ્ટૂડન્ટ હતો. આ આતંકવાદીની ઓળખ શમસુલ હક મેંગનૂનાં રૂપમાં થઇ રહી છે. જાણકારો મુજબ, શમસુલ બેચલર ઓફ યૂનાની મેડિસન એન્ડ સર્જરી (મ્ેંસ્જી)નો વિદ્યાર્થી છે.
હિઝબુલ મુઝાહિદ્દીને રવિવારે જે ફોટો લિસ્ટ જાહેર કરી છે તેમાં શમસુલ એકે-૪૭ રાઇફલની સાથે નજર આવે છે. તેને હિઝબુલ કમાન્ડર બનાવવામાં આવ્યો છે. બુરહાન વાનીની વરસી પર ભરતી કરવામાં આવેલા નવા આતંકવાદીઓની લિસ્ટ જાહેર કરીને હિઝબુલ તે જણાવવાનો પ્રયાસ કરે છે કે બુરહાન તેમનો હીરો હતો. હિઝબુલે તેમની આ નવી ટીમને ’બુરહાન સાની’ કે ’બુરહાન-૨’ કોડ નામ આપ્યુ છે. શોપિયાં જિલ્લાનાં રહેનારા શમસુલ હક શ્રીનગરનાં જકૂરાનાં સરકારી કોલેજમાં મ્ેંસ્જીનો વિદ્યાર્થી રહી ચુક્યો છે. તે મે મહિનાથી તેનાં ઘરથી ચાલ્યો ગયો છે. શમસુલ હક મેંગલૂનો ભાઇ ઇનામુલ હક ૨૦૧૨ની બેચના ૈંઁજી ઓફિસર છે.
આ પહેલાં રવિવારે ડોડા જિલ્લાનાં આબિદ ભટ્ટ નામનો યુવક પણ આતંકવાદીઓ સાથે જોડાયાની આશંકા જતાવવામાં આવી છે. આ મામલે ડોડાનાં જીજીઁનું કહેવું છે કે, અમને સોશિયલ મીડિયા દ્વારા જાણકારી મળી છે કે ૩૦ જૂનથી ગૂમ આબિદ ભટ નામનો વ્યક્તિ આતંકવાદી સંગઠનમાં જોડાયો છે.