International

ઈરાન-ઈરાક સરહદે મહાવિનાશકારી ભૂકંપ : ૩૩૯નાં મોત, સેંકડો ઘાયલ

(એજન્સી) તહેરાન, તા. ૧૩
ઈરાન-ઈરાક સરહદે આવેલા શક્તિશાળી ધરતીકંપને પગલે અત્યાર સુધીમાં ૩૩૯નાં મોત થયાં તથા સેંકડો ઘાયલ થયાની ખબર છે. સમાચાર એજન્સી સિન્હુઆની ખબર અનુસાર, રવિવારે આવેલા ધરતીકંપનું કેન્દ્રબિંદુ ઈરાન સીમા નજીક હાલબ્જા વિસ્તારમાં ૩ર કિલોમીટર ઊંડે છે. ઈરાનના એક અધિકારીએ કહ્યું કે રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા ૭.૩ માપવામાં આવી છે. આ શક્તિશાળી ધરતીકંપના અત્યાર સુધીમાં ૫૦ કરતાં પણ વધારે આંચકાઓ અનુભવમાં આવ્યા હતા. ભૂકંપના આંચકાઓ ૩ર કિલોમીટર ઊંડેથી નોધવામાં આવ્યા હતા. ભૂકંપના આ આંચકાઓ તુર્કી ઈઝરાઈલ અને કુવૈત સુધી અનુભવવામા આવ્યાં હતા. ધરતીકંપને પગલે ઈરાનના ૨૦ કરતાં પણ વધારે ગામો નષ્ટ થઈ ગયા અને વીજળી, પાણી પુરવઠા ઠપ્પ બની ગયો હતો. ઈરાનની ઈમરજન્સી સેવાઓની ટીમે તાત્કાલિક રાહત બચાવ કામગીરી આરંભી દીધી હતી. ભૂકંપને કારણે ભુસ્ખલન થયું હતું. જેને કારણે રાહત-બચાવ કામોમાં અવરોધ ઊભો થયો હતો. ટ્‌વીટર પર પોસ્ટમાં ગભરાયેલા લોકો ઉત્તરી ઈરાકમાં સુલેમાનિયા સ્થિત ઈમારતોમાંથી બહાર આવી રહેલા દેખાતા હતા. નિકટવર્તી દરબંધીખાનમાં પણ મુખ્ય દીવાલો અને કોંક્રિટના માળખા ધ્વસ્ત બની ગયાં હતા. ઈરાનના સરકારી પ્રસારક આઈઆરઆઈબીએ તેની વેબસાઈટ પર ૧૨૯ લોકો મોતની પુષ્ટિ કરી છે ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીએ ૩૦૦ લોકો ઘાયલ થયાનું જણાવ્યું છે. ધરતીકંપના આંચકાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ગભરાટના માર્યા ઘરમાંથી ભાગીને રસ્તા પર આવી ગયા હતા. ઈરાનના રેડ ક્રેસેન્ટ સંગઠનના માર્ટોજા સલીમે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે અહિંના ૮ ગામોને ભારે નુકસાન થયું છે. ઈરાનના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાનુસાર ૨૮ લોકોનાં મોત થયા છે. મૃતાંક વધવાની સંભાવના છે. ૨૫૩૦ લોકો ઘાયલ થયા હોવાનું પણ જણાવવામાં આવે છે. ધરતીકંપ થયા બાદ ઈસ્લામિક રેવોલ્યુશનના સૈયદ અલીએ એક મેસેજ જારી કરીને ઈરાની અધિકારીઓ તથા સંગઠનોને પીડિતોને વહારે જવાની વિનંતી કરી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રોહાણીએ અલગથી ગૃહમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. ભૂકંપથી સૌથી વધારે પ્રભાવિત થયેલા કર્મનશાહમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી. તૂર્કી, કુવૈત, અમેરિકા, જોર્ડન, લેબેનોન, સાઉદી અરેબિયા, કતાર અને બેહરાન સુધી ધરતીકંપના આંચકાઓ અનુભવવામાં આવ્યા હતા પરંતુ જાનમાલનુ નુકસાન ઈરાક અને ઈરાન સુધી સીમિત રહ્યું હતું. રાહત સામગ્રી તુર્કીસ રેડ ક્રેસેન્ટ દ્વારા એકત્રિત કરવામાં આવી છે. અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડી દેવામાં આવી રહી છે. ઇરાનમાં બે મોટા ભૂકંપના આંકડા વર્ષ ૨૦૦૫ અને વર્ષ ૨૦૧૨માં આવ્યા હતા જેમાં ક્રમશઃ ૬૦૦ અને ૩૦૦ લોકોનાં મોત થઇ ગયા હતા. સેંકડો લોકો ઘાયલ થઇ ગયા છે. બચાવ અને રાહત કામગીરી જારી છે ત્યારે મોતનો આંકડો ઝડપથી વધી શકે છે. અત્રે નોંધનીય છે કે, તૂર્કી, ઇરાન અને ઇરાકમાં આવેલા આંચકા બાદ હવે વિશ્વના અન્ય દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

  ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
  Read more
  International

  હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

  અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
  Read more
  International

  અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

  (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.