ઈરાન મુદ્દે ટ્રમ્પે અમેરિકાને મૂર્ખ બનાવ્યું છે : હિલેરી ક્લિન્ટન

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૭
ઈરાન સાથે પરમાણુ કરાર તોડવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને અમેરિકામાં ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને પણ તેને ખતરનાક ગણાવતા જણાવ્યું કે પુરાવા એ વાતનો સંકેત આપી રહ્યા છે કે ઈરાન કરારનું પાલન કરી રહ્યું છે. તેમ છતાં કરારનો અંત લાવવાની ટ્રમ્પે ધમકી આપી તેથી આપણે મૂર્ખ અને નાના લાગીએ છીએ. તેનાથી દુનિયાભરમાં એક સંદેશ ગયો છે કે અમેરિકા પોતાના વચન નિભાવતું નથી.
હિલેરીએ ટ્રમ્પને સલાહ આપી કે તેઓ અમેરિકા તરફથી અન્ય દેશોને આપવામાં આવેલા વચનોથી પીછેહઠ ના કરે. તેમણે ઉત્તર કોરિયાની સમસ્યાનો ઉકેલ લાવાવની ટ્રમ્પની પદ્ધતિ પર પણ વિરોધ વ્યક્ત કર્યો. હિલેરીએ ર૦૧૬માં ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટક્કર આપી હતી. હિલેરીએ જણાવ્યું કે ટ્રમ્પના વલણથી દુનિયામાં સંદેશ જશે કે અમેરિકા વિશ્વાસપાત્ર નથી.
અમેરિકાની નીતિએ જ રહી છે કે રાષ્ટ્રપતિએ જો કોઈ કરાર કર્યો છે તો તેને તેનો ઉત્તરાધિકારી આગળ ધપાવે છે. તે કરારનો અંત ના લાવી શકે.
આ અમેરિકાની વિશ્વસનીયતાનો સવાલ છે. જે પણ કરાર કરવામાં આવે છે. તે સમયની પરિસ્થિતિ અનુસાર કરવામાં આવે છે.
હિલેરીએ સાંસદોને અપીલ કરી કે તેઓ રાષ્ટ્રપતિના પ્રસ્તાવોને નામંજૂર કરે. ઉલ્લેખનીય છે કે ર૦૧પમાં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈરાન સાથે આ કરાર કર્યો હતો. આ કરારનો હેતુ ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાથી રોકવાનો હતો. ટ્રમ્પે કરાર તોડવાનો પ્રસ્તાવ સાંસદો સમક્ષ રજૂ કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks