જાકાર્તા, તા. ર૩
આઠમાં સુવર્ણ ચંદ્રકની કવાયતમાં આવેલી ભારતીય ટીમને સેમીફાઈનલમાં ઈરાને હરાવી મોટો અપસેટ સર્જ્યો છે. ઈરાને લગભગ એકતરફી રહેલી આ મેચમાં ભારતને ર૭-૧૮થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો જ્યાં તેનો સામનો દ.કોરીયા સાથે થશે. સેમીફાઈનલમાં હારથી ભારતીય ટીમે હવે કાંસ્ય ચંદ્રકથી જ સંતોષ કરવો પડશે. વિશ્વ કબડ્ડીનું સરતાજ ભારત એશિયન ગેમ્સ ર૦૧૮ના કબડ્ડીના પુરૂષ વર્ગની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ભારતીય પુરૂષ ટીમ એશિયન ગેમ્સમાં કબડ્ડીમાં પોતાની સર્વોપરિતા જાળવી શકી નહી. એશિયન ગેમ્સમાં અત્યાર સુધી અપરાજીત રહેનાર ભારત પહેલીવાર સુવર્ણચંદ્રક પર કબજો કરવાનું ચૂકી ગયુ ભારતે આ રમતોમાં કબડ્ડીમાં પહેલીવાર ૧૯૯૦માં પગ મૂક્યો હતો અને ત્યારથી તે સતતત સુવર્ણચંદ્રક જીતતું આવ્યું છે પણ આ વખતે તેના આ વિજયી અભિયાનને ઈરાને અટકાવી દીધું.
Facebook
0
Twitter
0