ઈરાની કેસરના જથ્થા સાથે સલાયાનો શખ્સ ઝડપાયો

જામનગર,તા.૨૪
ખંભાળિયાના સલાયાનો એક શખ્સ ઈરાની કેસરના જંગી જથ્થા સાથે દ્વારકા એસઓજીના હાથમાં આવી ગયા પછી આ શખ્સે ઉપરોક્ત જથ્થો દાણચોરીથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે. રૃા.સવા આઠ લાખની કિંમતનું કેસર કબજે કરી એસઓજીએ આ શખ્સની પૂછપરછ આરંભી છે. દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત આટલા મોટા જથ્થામાં દાણચોરીથી લાવવામાં આવેલું કેસર ઝડપાયું છે.
તે દરમ્યાન એસઓજીના પો.કો. મહાવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, ખંભાળિયા તાલુકાના સલાયામાં વસવાટ કરતો આબીદ તાલબ ભગાડ નામનો શખ્સ થોડા દિવસો પહેલા જ દુબઈથી આવ્યો છે અને સાથે લાવેલી કોઈ ચીજવસ્તુ વેચાણ કરવા માટે જઈ રહ્યો છે. ઉપરોકત બાતમીના આધારે પરોડિયા રોડ પર એસઓજીએ ગઈકાલે વોચ ગોઠવી હતી ત્યારે આબીદ પ્લાસ્ટિકના બાચકા સાથે ત્યાંથી પસાર થયો હતો. તેને અટકાવી એસઓજીએ બાચકાની તલાશી લેતાં તેમાંથી ઈરાની કેસરનો જથ્થો મળી આવ્યો હતોે તે કોથળામાંથી પચ્ચીસ ગ્રામની એક કોથળી એવી કુલ ૧૬૬ કોથળી જોવા મળી હતી. આથી એસઓજીએ ચાર કિલો દોઢસો ગ્રામ વજનનો અંદાજે રૂા.૮ લાખ ૩૦ હજારની કિંમતનો કેસરનો જથ્થો મળી આવ્યો હતો.એસઓજીએ હાલમાં આધાર પુરાવા વગરના ઉપરોક્ત કેસરના જથ્થાને સીઆરપીસી ૧૦૨ હેઠળ કબજે કરી આબીદની સીઆરપીસી ૪૧ (૧) (ડી) હેઠળ અટકાયત કરી કસ્ટમ વિભાગ તથા અન્ય સંલગ્ન સુરક્ષા એજન્સીઓને જાણ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks