ઇરાકે સ્વદેશી ‘યકીન-૧’ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું

(એજન્સી) બગદાદ, તા.૨૦
ઇરાકે પોતાના સુરક્ષા ઉદ્યોગને પુનઃસજીવન કરવા તથા દાઇશ આતંકી સંગઠન સામે લડત આપવા માટેના પ્રયાસ રૂપે સ્વદેશી બનાવટના રોકેટનું સફળ પરીક્ષણ કર્યું હતું અને તેમાં સ્વદેશી મિલિટરી હાર્ડવેરનો ઉપયોગ કર્યો હતો. જનરલ મિલિટરી ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર સાદીક અલ-તમીમીએ જણાવ્યું કે યકીન-૧નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તમીમીએ ભારપૂર્વક જણાવ્યું કે આ રોકેટ ૧૫ કિમીની રેન્જ અને ૩૫૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા યુદ્ધશસ્ત્રોને લઇ જવાની ક્ષમતા ધરાવે છે તથા તેનું નિર્માણ ઇરાકી નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઇરાકી સુરક્ષા મંત્રાલયે યકીન-૧ના પરીક્ષણના ફૂટેજ રિલિઝ કર્યા હતા.
ઇરાકી વડાપ્રધાન હૈદર અલ-આબ્દીએ દાઇશના નિયંત્રણ હેઠળના મોસુલને મુક્ત કરાવ્યાની ઘોષણા કરી તેના અઠવાડિયા બાદ ઇરાકે આ સિદ્ધિ હાંસેલ કરી છે. ઇરાકી સૈન્યએ શહેરને મુક્ત કરાવવાનું અભિયાન ગત વર્ષથી શરૂ કર્યુ ત્યારથી આશરે ૧૪૫૦૦ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઇરાકી સૈન્ય અને હશ્દ-અલ-શાબીના સ્વયંસેવકોએ દાઇશ વિરુદ્ધનું આ અભિયાન ૧૭ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ શરૂ કર્યું હતું. ૧૦૦ દિવસ સુધી લડત આપ્યા બાદ ઇરાકી દળોએ પૂર્વીય મોસુલ પર સંપૂર્ણપણે કબજો મેળવી લીધો હતો અને ૧૯ ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ મોસૂલ માટે અભિયાનની શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન આશરે ૨૨ હજાર પરિવારોને આતંકીઓના સકંજામાંથી મુક્ત કરાવવામાં આવ્યાં હતા. નવ મહિના પહેલા શહેર પર કબજો પરત મેળવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારથી મોસુલમાંથી ઓછામાં ઓછા ૮ લાખ ૬૨ હજાર લોકોએ સ્થળાંતર કર્યું હતું. હવે આશરે ૧ લાખ ૯૫ હજાર નાગરિકો પૂર્વીય મોસુલના સ્વતંત્ર વિસ્તારોમાં પરત ફર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks