ઈરાક : મહિલાના ડ્રેસમાં આત્મઘાતી હુમલાખોરે હુમલો કરતાં ૧૪નાં મોત

(એજન્સી) બગદાદ,તા.૪
ઈરાકના પૂર્વીય પ્રદેશ અંબરમાં સ્થળાંતરોના કેમ્પની અંદર થયેલ હુમલાનો આત્મઘાતી હુમલાખોર મહિલાના ફુલ ગાઉનના લીબાસમાં હતો. ઈરાકી કાઉન્સિલ સભ્ય અબ્દુલ ઘાનીએ આ અંગે જણાવતા કહ્યું છે કે, દાઈશના કબજા હેઠળના કૈમમાંથી ભાગીને આવેલ પરિવારોને રહેના માટે તૈયાર કરાયેલ કેમ્પમાં રવિવારે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં પોલીસ કર્મી સહિત ૧૪ લોકો મૃત્યુ પામ્યા હતા. સંદિગ્ધ હુમલાખોરે આખું શરીર ઢંકાય તેવો લાંબો ડગલો પહેર્યો હતો. આ હુમલામાં અનેકને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ આ હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી. પરંતુ ભૂતકાળને જોતાં આ હુમલો દાઈશે કર્યો હોવાની શક્યતા છે. ઈરાકી અધિકારીના જણાવ્યા મુજબ ૨ આત્મઘાતી હુમલાખોર મહિલા હતી. મોસુલમાં ઈરાકી દળોને નિશાન બનાવતા કેમ્પમાં તમામની નજરથી બચતા પ્રવેશી હતી અને પોતાની જાતને ફૂંકી મારી હતી. જેમાં એક જવાનનું મોત અને અનેક ઘાયલ થયા હતા. છેલ્લા ૩ દિવસમાં ઈરાકી દળોને નિશાન બનાવતા આ પ્રકારના ૪ હુમલા થઈ ચૂક્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks