ઈરાકના અન્બાર પ્રાંતમાં આવેલ રેફ્યુજી કેમ્પ પર થયેલા વિસ્ફોટક હુમલામાં ૧૪નાં મોત

(એજન્સી) ઈરાક, તા.પ
અધિકારીઓએ જણાવ્યા અનુસાર ઈરાકના પશ્ચિમી ક્ષેત્ર અન્બારમાં આવેલા રેફ્યુજી કેમ્પ પર દાઈશના શંકાસ્પદ આતંકીએ વિસ્ફોટ કરતાં ઓછામાં ઓછા ૧૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
અન્બાર ક્ષેત્રીય કાઉન્સિલ પ્રમુખના સુરક્ષા સલાહકાર હુસેન કેસરે જણાવ્યા અનુસાર આ ઘટના કેમ્પના પ્રવેશદ્વાર પાસે ઘટી હતી જે પ્રદેશની રાજધાની રમાદીથી આશરે ૬૦ કિ.મી. દૂર આવેલું છે. તેમણે વધુમાં જણાવ્યું કે મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ૧૩ લોકો પણ આ હુમલામાં મૃત્યુ પામ્યા હતા જેમાં મોટેભાગે બાળકો અને મહિલાઓ આ હુમલાનો ભોગ બન્યા હતા. કેસરે તેમ પણ કહ્યું કે ઈજાગ્રસ્તોને નજીકના મેડિકલ સેન્ટર ખાતે લઈ જવા તથા મૃતકોને ફોરેન્સિક મેડિસિન સુવિધા માટે લઈ જવા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી તે પછી ત્યાં સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. ઈરાકી દળોએ તે દિવસે જાહેરાત કરી કે તેઓ મોસુલની આઝાદીની ઉજવણી કરવા માટે તૈયાર છે ત્યારે જ ત્યાં આતંકી હુમલો થયો હતો.
જૂન ર૦૧૪થી દાઈશના કબજામાં રહેલા મોસુલને મુક્ત કરાવવું એ ઈરાકમાં દાઈશના અસરકારક અંતનો પુરાવો છે. ૧૦૦ દિવસ સુધી લડત આપ્યા બાદ જાન્યુઆરીમાં પૂર્વીય મોસુલ પર ઈરાકી દળોએ સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું તથા ૧૯ ફેબ્રુઆરીના રોજ શહેરના પશ્ચિમ ભાગમાં યુદ્ધ શરૂ કર્યું હતું. યુદ્ધના ટૂંક સમયમાં અંત આવશે ઈરાકી સત્તાધીશો તેવી આશા સેવી રહ્યા છે. નવ મહિના પહેલા શહેર પર નિયંત્રણ પાછું મેળવવા માટેનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં આશરે ૮,૬ર,૦૦૦ લોકોએ મોસુલમાંથી સ્થળાંતર કર્યું છે. મુખ્યત્વે પૂર્વીય મોસુલના સ્વતંત્ર વિસ્તારોમાં આશરે ૧,૯પ,૦૦૦ નાગરિકો પરત ફર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks