International

ઈરાકના પીએમ, સેનાએ દાઈશના કબજામાંથી હાવિજાહની મુક્તિની જાહેરાત કરી

(એજન્સી) તા.૬
ઉત્તરીય ઇરાકમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇએસ) નો અંત હવે નજીક આવી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આઇએસના હાથમાંથી હાવિજાહ શહેર પણ સરકી ગયું છે. આ મામલે ઇરાકના વડાપ્રધાન હૈદર અલ અબાદી અને ઇરાકની સેનાએ હાવિજાહને મુક્ત કરાવી લીધાની જાહેરાત કરી દીધી છે. ઇરાકની સેનાએ અહીં આંતકીઓને જોરદાર પરાજય આપ્યો છે પરંતુ શહેરના ઉત્તર અને પૂર્વના ભાગના કેટલાક વિસ્તારોમાં હજુ પણ યુદ્ધ ચાલુ જ છે. તમને જણાવી દઇએ કે ઇરાકી સેનાએ જુલાઇમાં દેશના બીજા મોટા શહેર મોસુલ અને ગત મહિને તાલ અફારને મુક્ત કરાવ્યો હતો. બગદાદથી ર૩૦ કિમીના અંતરે આવેલા હાવિજાહ ઉત્તરી ઇરાકમાં કુર્દિશોના નિયંત્રણવાળા તેલ સમૃદ્ધ કિરકુક શહેર પાસે છે. આ એવા બે વિસ્તારોમાં એક છે જેના પર આતંકીઓએ કબજો કરી લીધો હતો. બીજી બાજુ સીરિયા નજીકના અલ કઇમ શહેર અને આજુબાજુના વિસ્તારો પર આઈએસનો કબજો હજુ પણ યથાવત છે. ઉત્તરી ઇરાકમાં આતંકીઓનો અંતિમ ગઢ હોવાનું મનાઇ રહ્યું છે. લેફ. જનરલ અબ્દુલ અમીર રશીદ યારાલ્લાહે ગુરૂવારે તેમના નિવેદનમાં કહ્યું હતું કે સેનાના નવમાં સશસ્ત્ર ડિવિઝન, ફેડરલ પોલીસ, ઇમરજન્સી રિસ્પોન્સ ડિવિઝન અને પોપ્યુલર મોબિલાઇઝેશન દળે હાવિજાહને મુક્ત કરાવી લીધો છે. અમેરિકા સમર્થિક ઇરાકી સેનાએ હાવિજાહને આઇએસના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે ર૧ સપ્ટેમ્બરના રોજ અભિયાન શરૂ કર્યું હતું. સેનાએ બુધવારે અંતિમ તબક્કામાં લડત શરૂ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાનુસાર આ શહેરને મુક્ત કરાવવા માટે સૈન્યની કાર્યવાહી શરૂ થયા બાદથી લગભગ ૧રપ૦૦થી વધુ લોકો પલાયન કરી ચૂક્યા છે. આ વિસ્તારમાં હજુ પણ ૭૮ હજારથી વધુ લોકો ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. ફ્રાન્સના પાટનગર પેરિસમાં બોલતી વખતે અબાદીએ કહ્યું હતું કે હું હાવિજાહ શહેર મુક્ત થવા અંગેની પુષ્ટિ કરું છું. હવે ફક્ત આઇએસના સકંજામાંથી અમુક બાહ્ય વિસ્તારો જ મુક્ત કરાવવાના બાકી રહી ગયા છે. તેમણે કહ્યું હતું કે આ વિજય ફક્ત ઇરાકનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો વિજય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  સઉદી અરેબિયાએ ભાવિ રણ શહેર નેઓમયોજનાઓ, વિઝન ૨૦૩૦ને પાછી ખેંચી

  (એજન્સી) રિયાધ, તા.૧૨સઉદી અરેબિયાએ…
  Read more
  International

  ઇજિપ્ત, જોર્ડન, ફ્રાન્સે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી કરી

  (એજન્સી) અમ્માન, તા.૧૨જોર્ડન, ઇજિપ્ત…
  Read more
  International

  ઈદની રજાના બીજા દિવસે ગાઝામાં તાજાઈઝરાયેલ હુમલામાં ૧૦ લોકોનાં મોત

  (એજન્સી) તા.૧રસ્થાનિક તબીબી સૂત્રોના…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.