ઈરાકને પ-૧થી હરાવી માલી વટભેર ક્વાર્ટર ફાઈનલમાં

મડગાંવ, તા.૧૮
લસાના એનડીયાસેના બે ગોલની મદદથી માલીએ ઈરાકને એક તરફી મુકાબલામાં પ-થી હરાવી વટભેર ફીફા અન્ડર-૧૭ વિશ્વકપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી દરેક મેચમાં ગોલ કરનાર લસાનાએ ૩૩મી અને ૯૪મી મિનિટમાં ગોલ કર્યો. તેના ઉપરાંત હાદજી ડ્રેમ(રપમી) કોનાટે (૭૩મી) અને સેમે કમારા (૮૭મી મિનિટ)એ ગોલ કર્યા. ઈરાક તરફથી એક માત્ર ગોલ અલી કરીમે ૮પમી મિનિટમાં કર્યો. માલી શનિવારે ગૌહાટીમં રમાનારી ક્વાર્ટર ફાઈનલમાં ઘાના અને નાઈઝર વચ્ચે રમાનારી પ્રીક્વાર્ટર ફાઈનલ મેચના વિજેતા સાથે ટકરાશે. માલીની ટીમે શરૂઆતથી જ વર્ચસ્વ જમાવી લીધું હતું અને હાદજીએ તેને જલ્દી લીડ પણ અપાવી દીધી. હાદજીએ ટુર્નામેન્ટના ઈતિહાસનો ર૦૦૦મો ગોલ કર્યા. લસાના અત્યાર સુધી ટુર્નામેન્ટમાં પાંચ ગોલ કરી ચૂક્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks