(એજન્સી) બગદાદ, તા.ર૭
વિદ્રોહીઓના તાબા હેઠળ આવેલા પશ્ચિમી મોસુલ વિસ્તારમાં ઈમારત ધડાકાભેર તૂટી પડતાં કાટમાળ નીચે અસંખ્ય લોકોના દટાયા હોવાની વાત સામે આવી છે. ઈરાકી સેનાએ કાટમાળમાંથી ૬૧ શબને બહાર કાઢયા હોવાની વાત કરી હતી. ઈમારતને હવાઈ હુમલા દ્વારા તોડી પાડવામાં આવી. આ અંગે કોઈ જ ઠોષ પુરાવવા મળ્યા નથી પરતું ઈમારત પાસેથી મોટો વહીકલ બોંબ મળી આવ્યો છે.
સાક્ષીઓએ અને સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ગત સપ્તાહ દરમ્યાન વિદ્રોહીઓ પર પ્રહાર કરી રહેલા અમેરિકી ગઠબંધને અલ જદૈદા વિસ્તાર અને ઈમારતને નિશાન બનાવ્યો હતો. ગત સપ્તાહથી આજ દિવસ સુધી આશરે ૨૦૦ લોકોના શબ કાટમાળ નીચેથી કાઢ્યા હોવાની વાત જાણવા મળી હતી.
ઈરાકી સેના અને વિદ્રોહીઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધને લીધે ઘટના અંગે પુષ્ટિ કરી શકતા નથી. ઈરાકી સેના વિદ્રોહીઓના તાબા હેઠળ આવેલા પશ્ચિમી મોસુલને છોડાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.
અમેરિકી સૈન્ય ગઠબંધને શનિવારે જણાવ્યું કે તેમણે વિદ્રોહી અને ઉપકરણ રાખવામાં આવેલા સ્થળ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં કોઈની જાનહાનિ મુદ્દેે કોઈ વાત કરી ન હતી. ઈરાકી સેનાના કમાન્ડરે જણાવ્યું કે સાક્ષીઓ પ્રમાણે વિદ્રોહીઓ અણધારી રીત દ્વારા ઈમારતમાં પ્રવેશ કર્યો હતો અને નાગરિકોને પોતાના માનવ હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે તેને બેસમેન્ટમાં લઈ ગયા હતા. વિદ્રોહીઓએ ઈમારતમાંથી ઈરાકી સેનાની ટુકડીઓ પર પણ ગોળીબાર કર્યો હતો.
સ્થાનિક મ્યુનિસિપાલિટી અધિકારીએ જણાવ્યું કે શનિવારે ૨૪૦ શબને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક સાંસદ અને બે સાક્ષીઓએ જણાવ્યંુ કે ઈમારત પાસે ઊભેલા ટ્રકમાં મોટો વિસ્ફોટક પદાર્થ હોવાથી અમેરિકી ગઠબંધને તેના પર હુમલો કર્યો હતો જેનાથી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.
આ ઘટનાએ પરિસ્થતિની સાબિતી આપી દીધી છે. વિદ્રોહીઓ સ્થાનિક લોકોના પરિવારમાં સામેલ થઈ સાંકડા માર્ગનો ફાયદો ઊઠાવી રહ્યાં છે.