ઈરફાન પઠાણ વડોદરા છોડી અન્ય ટીમમાંથી રમે તેવી શક્યતા

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ચાલી રહેલા સિલેકશન પ્રક્રિયા વિવાદને પગલે વડોદરાની ટીમમાંથી બાદબાકી કરાયેલ પૂર્વ કેપ્ટન ઈરફાન પઠાણ વડોદરા છોડી આગામી દિવસોમાં અન્ય ટીમમાંથી રમે તેવી શક્યતાઓ છે. ઈરફાને પણ આડકતરી રીતે આ વાતને સમર્થન આપ્યું હતું. રણજી ટ્રોફી સીઝનની ચાલુ સીઝનમાં કેપ્ટનશીપ આપી માત્ર બે મેચમાં જ કેપ્ટનશીપમાંથી તેમજ વડોદરાની ટીમમાંથી ઈરફાન પઠાણની બાદબાકી કરાતા મોટો વિવાદ સર્જાયો હતો. કહેવાય છે કે સીલેકટરો દ્વારા તેમના લાગતા વળગતા ખેલાડીને નહિં રમાડવાનું ઈરફાનને ભારે પડ્યું છે. ત્યારબાદ ઈરફાનના કોચ મહેંદી શેખ તેમજ પુર્વ ક્રિકેટર કોનોર વિલિયમ્સ સહિતનાં ક્રિકેટરોએ સામે આવી બીસીએમાં સીલેકટરોની ચાલતી મનમાની અને બીસીએના નારાયણ સાટમ, રાકેશ પરીખ તેમજ કિરણ મોરેજ બીસીએ ચલાવતા હોવાના આક્ષેપો થયા હતાં. જેના પગલે નારાયણ સાટમે ક્રિકેટ ઈમ્પ્રુવમેન્ટ કમિટિમાંથી રાજીનામુ આપી દીધુ હતું. જ્યારે બીજી બાજુ ઈરફાન પઠાણે પોતાને કયા કારણોસર ટીમમાંથી પડતો મુક્યો છે. તે સમજાતુ નથી. હું ફીટ છુ. પ્રદર્શનનો ઈશ્યુ નથી. શીસ્તમાં રહુ છું છતાં પણ મુકવાનું કારણ સમજાતુ નથી તેમ જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર ઈરફાન પઠાણ આગામી સીઝનમાં કોઈ અન્ય ટીમમાંથી રમશે. ઈરફાને પણ આ અંગે પ્રક્રિયા આપતા જણાવ્યું હતું કે મને પહેલા કહી દેવામાં આવ્યુ હોત તો હું પોતે જ સીઝન પુર્વે ખસી જતો પરંતુ કોઈ કારણ વગર મને ડ્રોપ કરવામાં આવે તે સમજાતુ નથી અને આગામી દિવસોમાં હું કોઈ અન્ય ટીમમાંથી રમી શકુ છું તે શક્યતા નકારાય તેમ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks