– સી.પી. ભાંબરી
મોદી સરકારે ૮ નવેમ્બર ર૦૧૬ના રોજ એક મોટો નિર્ણય લેતા એક હજાર અને પાંચસોની નોટોને બંધ કરી દીધી. એનાથી દેશમાં અફરાતફરીનો માહોલ ઉત્પન્ન થઈ ગયો છે. બેન્કો અને પોસ્ટ ઓફિસોની લાંબી-લાંબી લાઈનો વચ્ચે આખો દેશ ફસાઈ ગયો છે. વાણિજ્ય-વ્યાપાર અને રાજનીતિ પર એની ઊંડી અસર પડતી રહી છે. આ સમયે બંને અપંગ થઈ ગયા છે. લોકો સામાન ખરીદી શકતા નથી કારણ કે એમની પાસે પૈસા નથી. બેન્ક, એટીએમ અને પોસ્ટ ઓફિસ લોકોને પૈસાની જરૂરિયાતને પૂરી કરી શકતા નથી. બીજી તરફ રાજકીય પક્ષ પણ પોત-પોતાની સ્થિતિને સમજવા અને વિશ્લેષણ કરવામાં લાગી છે. મામલાનો બીજો પક્ષ એ છે કે એનો વિરોધ અખિલ ભારતીય રૂપ લઈ ચૂક્યો છે. એક અખિલ ભારતીય ગઠબંધનની સંભાવના પણ જોવા મળી રહી છે. પ્રાદેશિક નેતાઓએ (ખાસ કરીને માયાવતી અને અખિલેશે) જે રીતે રાષ્ટ્રીય હિતોની ચર્ચા કરી છે, એનાથી આ ગઠબંધનની સંભાવનાને વધુ બળ મળી રહ્યું છે.
મુશ્કેલીમાં છે પ્રાદેશિક પક્ષ :
બિહારમાં નીતિશકુમાર અને લાલુપ્રસાદ યાદવે ગઠબંધનના આધાર પર ગત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને પડકાર જ નથી આપ્યો, એને પરાજિત પણ કર્યા. આ ગઠબંધન પ્રાદેશિક રાજનીતિ પર રાષ્ટ્રીય રાજનીતિના મુદ્દાને મહત્ત્વ આપવાનું જ પરિણામ હતું. પરંતુ આજે પણ પ્રાદેશિક પક્ષ પોતાના સ્થાનિક મુદ્દાઓને રાષ્ટ્રીય મુદ્દાઓથી જોડી રહ્યા છે. આ કારણના લીધે રાષ્ટ્રીય રાજનીતિમાં ચાલી રહેલા સંઘર્ષમાં તે હજુ પણ જુદા-જુદા પડેલા છે.
જરૂર એ વાતની છે કે તમામ પ્રાદેશિક પક્ષ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની ધર્મનિરપેક્ષતા તથા બહુલતાવાદી વિચાર અને બીજેપીની હિન્દુવાદી તથા સાંપ્રદાયિક વિચારસરણી વચ્ચે કોઈ એક સ્પષ્ટ વિભાજન રેખા ખેંચે. આ વિભાજન રેખાના અભાવમાં એમની વચ્ચે આંતરિક સંઘર્ષ ચાલુ છે. એને વોટની રાજનીતિ એમ કહીને નકારી દેવી અમાનવીય તો છે જ, અબૌદ્ધિક પણ છે.
અહીં એ વાતને રેખાંકિત કરવી જરૂરી છે કે કેટલાક પ્રાદેશિક પક્ષ અને એમના નેતા રાષ્ટ્રીય સ્તર પર ચાલનારી સૈદ્ધાંતિક રાજનીતિમાં પોતાને સતત અલગ રાખેલ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બંને રાજ્યોના મુખ્યમંત્રી કેન્દ્ર પાસે આર્થિક મદદની ઇચ્છામાં બીજેપીને સહયોગી બની રહ્યા છે. તેમને હિન્દુત્વવાદી રાજનીતિથી કોઈ મુશ્કેલી નથી. તેમને ફક્ત પોતાના રાજ્યમાં પોતાનો સિક્કો જમાવી રાખવાની ચિંતા સતાવી રહી છે. ઓછા વત્તા અંશે એવી જ સ્થિતિ તમિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકેને પણ છે. એમને પણ દેશની ધર્મનિરપેક્ષ રાજનીતિથી કોઈ ખાસ લેવા-દેવા નથી.
સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના માયાવતી પણ ધર્મનિરપેક્ષ અને સાંપ્રદાયિક રાજનીતિની ચૂંટણી એકબીજાને સાપેક્ષ જ કરે છે. ર૦૧૪ની ચૂંટણીમાં માયાવતીએ બીજેપીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો જ્યારે મુલાયમસિંહ યાદવ અસમંજસમાં રહ્યા. આજે પણ નોટબંધી પર સમાજવાદી પાર્ટીનું વલણ બહુ સ્પષ્ટ નથી. જનતાદળ (યુ)ના નીતિશકુમાર રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાનો દબદબો બનાવી રાખવા માગે છે, પરંતુ રાષ્ટ્રીય મુદ્દાઓ પર એમની સ્થિતિ બહુ સ્પષ્ટ નથી. નોટબંધી પર એમનું વલણ અવસરવાદી અને સિદ્ધાંતહીન જ દેખાઈ રહ્યું છે.
આ સમય ભારતીય રાજનીતિનું સ્વરૂપ બહુ જ દુવિધાગ્રસ્ત અને વિરોધાભાસી છે. એક તરફ પ્રાદેશિક પક્ષ પોતાના પ્રાદેશિક સંબંધો અને મુદ્દાઓને પ્રાથમિકતા આપતા રાજ્યમાં પ્રભાવી બની રહેવા માગે છે, બીજી તરફ તે રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાનો પ્રભાવ પણ બનાવી રાખવા માગે છે બિહારના નીતિશકુમાર, આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના ચંદ્રશેખર રાવ જેવા નેતાઓને ભારતના હિન્દુકરણ પર કોઈ આપત્તિ નથી. એમને માત્ર પોતાનું હિત જુએ છે. રાષ્ટ્રીય નેતૃત્વ એમને બહુલતાવાદીથી એક સતાવાદી, ધર્મનિરપેક્ષ સાથે સાંપ્રદાયિક બની રહ્યું છે, એનાથી એને કોઈ ફરક પડતો નથી.
શું પક્ષોના પ્રાદેશિક હિત અને રાષ્ટ્રીય સંબંધો એકબીજામાં મેળ ખાય છે ? શું એમની વિચારધારા બંને વચ્ચે સંતુલન સાધી શકશે ? એવું અત્યારે તો નથી દેખાતું, પણ આવી સંભાવનાઓથી ઈન્કાર કરી શકાતો નથી. જ્યારે પણ ભારતીય બંધારણીય વ્યવસ્થા સંકટગ્રસ્ત હોય છે, પ્રાદેશિક પક્ષ પોતાના દાયરાથી ઉપર ઊઠીને વિરોધ કરે છે. ભારતીય રાજનીતિમાં એવું ઘણી વખત જોવા મળ્યું છે. પ્રાદેશિક પક્ષોએ ગઠબંધનની સરકારો સ્થિર કરી છે, વિવિધતાઓના આપબળે રાષ્ટ્રીયતાનું નિર્માણ કર્યું છે. આ દેશ વિવિધતાઓથી બનેલો છે. બહુજાતીય, બહુભાષીય, બહુસાંસ્કૃતિક નજરથી આ દેશને એકતામાં બાંધે છે. તેથી, દેશ અને રાજ્ય એકબીજાથી અલગ નથી. વિવિધતાઓ અને એમની વચ્ચે એકતા ક્યાંક બહારની વસ્તુ નથી. આખી રાજકીય વ્યવસ્થા પણ સ્થિર છે અને જ્યારે પણ આ સંરચના પર કોઈ આધાર હોય છે, આખો દેશ એકજૂથ થઈને એનાથી ટકરાયા છે.
બિહારમાં બે મોડલ :
ભારતીય રાજનીતિનું સૌથી મહત્ત્વપૂર્ણ મોડલ એ છે જેમાં પ્રાદેશિક પક્ષ રાજ્ય અને કેન્દ્ર, બંને સ્તરો પર બીજેપીની સાંપ્રદાયિકતા અને જનવિરોધી નીતિઓ વિરુદ્ધ કોઈ સમજૂતી ના કરતાં પોતાના વિચારધારાત્મક આગ્રહની સાથે એકજૂથ બની રહે. આ મોડલ લાલુપ્રસાદ યાદવનું છે. બીજું મોડલ વિચારધારાહીન, સિદ્ધાંતહીન અને અવસરવાદી છે. આ મોડલ બિહારના જ નીતિશકુમારનું છે. આજે સાચો સંઘર્ષ આ બંને મોડલોની વચ્ચેનો જ છે. એક એવા સમયમાં, જ્યારે પૂર્વસ્થાપિત સંસ્થાનોનું અસ્તિત્વ સંકટગ્રસ્ત થઈ ચૂક્યું હોય, નીતિશકુમાર અથવા મુલાયમસિંહ યાદવની પાસે કોઈ બીજો વિકલ્પ બચ્યો નથી. કોંગ્રેસે કેન્દ્રમાં નબળી થયા બાદ હવે પ્રાદેશિક પક્ષોને જ પોતાની ભૂમિકા ભજવવી પડશે. દસ દિવસ પહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન એમને એ રસ્તો બતાવે છે.
(સૌ. : ન.ભા.ટા.)