IS સાથે જોડાનારા ૧૭ ઇન્ડોનેશિયન નાગરિકોને તેમના દેશના પ્રતિનિધિને સોંપાયા : સીરિયન કુર્દિશ

(એજન્સી) બૈરૂત,તા.૧૧
બુધવારે સ્થાનિક કુર્દિશ અધિકારી અને પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્તર સીરિયામાં આવેલા રક્કા શહેરમાં આઇએસના આતંકી સાથે જોડાવા માટે આવેલા ૧૭ ઇન્ડોનેશિયન નાગરિકોને તેમના દેશના પ્રતિનિધિમંડળને પાછા સોંપી દેવામાં આવ્યા છે. તેઓએ હવે સીરિયા છોડી દીધું છે અને પોતાના દેશ પરત ફર્યા છે. અધિકારી ઓમર અલુસના જણાવ્યા પ્રમાણે, ઇન્ડોનેશિયાથી જે લોકો આવ્યા હતા તેમાં પુરુષ, મહિલા અને બાળકો પણ સામેલ હતા. મંગળવારે તેમણે સીરિયા ઇરાક સરહદે છોડી દેવામાં આવ્યા હતા. તેમના દેશના પ્રતિનિધિને કહેવાયું છે કે તેમને તેમના દેશ પાછા મોકલી આપે. મહિલા સુરક્ષા એકમના પ્રવક્તા નિસરેન અબ્દુલ્લાહે આ લોકોને મુક્ત કર્યાની પુષ્ટિ કરી હતી. જોકે મુક્ત કરાયેલા ઇન્ડોનેશિયન નાગરિકોની ઓળખ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવી ન હતી. જોકે હજુ સુધી ઇરાકી અધિકારીઓએ આ મામલાની પુષ્ટિ કરી નથી. ઇન્ડોનેશિયન સિટિઝન પ્રોટેક્શનના એટ ધી કન્ટ્રી ફોરેન મિનિસ્ટ્રીના ડિરેક્ટર લાલુ મુહમ્મદ ઇકબાલે કહ્યું કે સીરિયામાં સંચાલિત સરકારના જુદા જુદા વિભાગો સાથે ઇન્ડોનેશિયા સરકાર વતી કોમ્યુનિકેશન કરવામાં આવી રહ્યું છે. તેમાં નોર્થ સીરિયન કુર્દીશ ઓર્થોરિટી સાથે પણ ૧૭ ઇન્ડોનેશિયન નાગરિકો વિશે પણ વાતચીત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઇન્ડોનેશિયન સરકાર આ લોકોની માહિતી મેળવી રહી છે અને આ અંગે ચર્ચા કરી રહી છે. આ લોકો પૈકી મોટાભાગના લોકોએ સીરિયામાં વધુ સમય વીતાવ્યો છે. તેઓ સીરિયામાં આઇએસની કેદમાં હતા અને ૧૦ જૂનના રોજ કોઇની મદદથી તેઓ નાસી છૂટ્યા હતા. ગત મહિને સહાયક પ્રેસની એક ટીમે ઇન્ડોનેશિયાના ૧૭ લોકોના પરિવારો સાથે મુલાકાત લીધી હતી અને બે વર્ષ સુધી તેમના પરિવારના સભ્યથી દૂર રહેવા વિશેની સફર અંગે માહિતી મેળવી હતી. તેમણે કહ્યું કે કેવી રીતે તેઓએ આઇએસના આતંકને નજરે જોયો છે. તેમના સપના ચકનાચૂર થઇ ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks