જૂનાગઢ ખાતે જોષીપરા નજીકથી પિસ્તોલ સાથે ઈસમ ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૯
જૂનાગઢના જોષીપરા નજીકથી પોલીસે એક શખ્સને પિસ્તોલ, કાર્ટીસ સાથે ઝડપી લઈ તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લા પોલીસવડા નિલેશ જાંજડિયાની સૂચના તથા ડીવાયએસપી એમ.એસ, રાણાનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન જોષીપરા નજીકથી અમિતભાઈ રજનીસભાઈ અંકલેશ્વરિયા (ઉ.વ.૩ર, રહે. જૂનાગઢ જોષીપરા દેવ રેસીડેન્સી બ્લોક નં. ૬૬વાળા)નાં કબજામાંથી ગેરકાયદેસર હથિયાર વગર લાયસન્સની પિસ્તોલ નંગ-૧, કિંમત રૂા. ૪૦ હજાર તથા જીવતો કાર્ટીસ નંગ-૧ રૂા. ૧૦૦ મળી કુલ રૂા. ૪૦,૧૦૦નો મુદ્દામાલ મળી આવેલ આ મુદ્દામાલ તેના મિત્ર રફીકભાઈ ઉર્ફે બાદલ પાસેથી લીધાનું જણાવતાં પોલીસે આર્મ્સ એક્ટ કલમ રપ (૧-બી), એ ર૯ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનના પીએસઆઈ કે.કે.મારૂં ચલાવી રહ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks