ડીસા માર્કેટયાર્ડના વેપારીનું અપહરણ કરી લૂંટ ચલાવી પાંચ અજાણ્યા ઈસમો ફરાર

ડીસા, તા.૧૧
ડીસા માર્કેટ યાર્ડના વેપારી નું ગત સાંજના સુમારે ઇનોવા ગાડીમાં આવેલ ચાર ઈસમોએ ગાડી માં ખેંચી રૂમાલ સુઘાડી રૂ પાંચ લાખ ત્રીસ હજાર ની લૂંટ કરી અમીરગઢ નજીક ગાડીમાંથી ફેંકી ફરાર થઈ જતા આજરોજ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સી.સી. ટીવી ફૂટેજ ના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.ડીસા માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા પંકજ દેસાઈ ગત સાંજના સુમારે પેઢી બંધ કરી ઘરે કેશ લઈને જવા માટે યાર્ડના ગેટ પાસે ઉભા હતા ત્યારે ઇનોવા ગાડીમાં આવેલ અજાણ્યા ચાર ઈસમોએ હાથ પકડી ખેંચી ગાડીમાં બેસાડી બુમાબુમ કરતા કેફી પદાર્થ વાળો રૂમાલ સુંઘાડી હાથની થેલીમાંથી રૂપિયા પાંચ લાખ વીસ હજાર રોકડા તથા દસ હજારનો મોબાઈલ એમ કુલ રૂપિયા પાંચ લાખ ત્રીસ હજારની લૂંટ કરી મને મૂઢ માર મારી અમીરગઢ નજીક ફેંકી રાતનાં સુમારે ફરાર થઈ ગયા હતા જયારે રાત્રીના સુમારે પસાર થતા રાહદારીએ અમીરગઢ દવાખાને ખસેડ્યો હતો. પંકજભાઈ ભાનમાં આવતા ઘરે ફોનથી જાણ કરી હતી. ત્યાર બાદ સવારે સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી સાંજના સુમારે ડીસાના વેપારી નું અપહરણ તથા લૂંટ થાત શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પમ્યો હતો બનાસકાંઠાના નવીન ઉત્સાહી ડીએસપી આવા નરાધમો ને પકડી પાડી સખત સજા કરે તેવી જન માંગ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks